Connect Gujarat
ગુજરાત

વડોદરા: ઘર પાસે બાકડાં ઉપર બેઠેલી રાજસ્થાની મહિલાનો અછોડો તુટ્યો

વડોદરા: ઘર પાસે બાકડાં ઉપર બેઠેલી રાજસ્થાની મહિલાનો અછોડો તુટ્યો
X

વડોદરા શહેરમાં વહેલી સવારે મહિલાઓના ઓછાડ તોડતી ટોળકી પેટર્ન બદલી છે. મોડી રાત્રે નીકળતી મહિલાઓને નિશાન બનાવવાનું ટોળકીએ શરૂઆત કરી છે. મોડી રાત્રે પાર્વતી ચેમ્બર્સ અને સોમા તળાવ પાસે બે મહિલાઓના ઓછોડા તોડવાના બનાવો બન્યા હતા. જોકે, ગુજરાતનું નામ રોશન કરનાર માર્શલ આર્ટ અંજુ શર્માએ ટોળકીનો સામનો કરીને પોતાની સોનાની ચેઇન બચાવી લીધી હતી. જેમાં તેઓને ગળાના ભાગે સામાન્ય ઇજા પણ પહોંચી હતી.

વડોદરા શહેરના સોમા તળાવ પાસે રહેતા અને માર્શલ આર્ટમાં વડોદરા અને ગુજરાતનું નામ રોશન કરનાર માર્શલ આર્ટ થયેલ અંજુબહેન શર્મા મોડી રાત્રે સોમા તળાવ પાસેથી પસાર થતા હતા. દરમિયાન બાઇક સવાર બે લૂંટારુ તેઓ પાસે ધસી આવ્યા હતા. અને તેઓના ગળામાં હાથ નાંખી સોનાની ચેઇન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંજુબહેને ટોળકીનો સામનો કરીને તેઓની ચેઇન લૂંટતા બચાવી લીધી હતી. પરંતુ, લૂંટારુ ટોળકી મહિલાએ કરેલા સામનાના પગલે ફરાર થઇ ગયા હતા. ટોળકી સાથેના ઘર્ષણમાં અંજુબહેનને ગળાના ભાગે સામાન્ય ઇજા પણ થઇ હતી. અંજુબહેન શર્માએ જણાવ્યું કે, હું સેલ્ફ ડિફેન્સ કરવાનું જાણતી હોવાથી મેં સામનો કરીને મારી ચેઇન બચાવી લીધી છે.

આ બનાવ પૂર્વે ટોળકીએ રાજસ્થાનથી આવેલા રામીબહેન રાજેન્દ્રભાઇ જેઠી વિહાર ટોકિઝ પાસે આવેલ પાર્વતી ચેમ્બરમાં તેઓના સબંધીના ઘરે આવ્યા હતા. રાત્રે તેઓ તેઓના ફ્લેટ પાસેના બાકડા ઉપર અન્ય મહિલાઓ સાથે બેઠા હતા. તે સમયે બાઇક ઉપર આવેલા ચેઇન સ્નેચરો તેઓના ગળામાંથી સવા તોલાની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે તેઓએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it