Connect Gujarat

વડોદરા : ઝનોરની પરણિતા અને પુત્રની હત્યા કરવામાં આવી હોવાની આઇજીને રજુઆત

વડોદરા : ઝનોરની પરણિતા અને પુત્રની હત્યા કરવામાં આવી હોવાની આઇજીને રજુઆત
X

કરજણ

તાલુકાના હલદરવા ગામની સીમમાંથી માતા અને પુત્રના મૃતદેહ મળવાની ઘટનામાં નવો ફણગો

ફુટયો છે. મૃતક પરણિતાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યકત કરી તટસ્થ તપાસની માંગણી

કરી છે.

ભરૂચ

જિલ્લાના ઝનોર ગામના મુકેશ ઠાકોર માછીનું લગ્ન વર્ષ2013માં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના

વેલુગામના રહેવાસી દત્તુભાઇ ચંદુભાઇ માછીની દીકરી હેતલબહેન સાથે થયું હતું. તેઓને

એક વર્ષનો પુત્ર ધાર્મિક છે. તા. 6 જાન્યુઆરીના રોજ મુકેશભાઇ સાસુ

સુમનબહેનની ખબર જોવા માટે તેમની પત્ની અને પુત્રને લઇ વેલુગામ ગયા હતા. અને બે દિવસ રોકાયા

હતા. મુકેશભાઇને નોકરી જવાનું હોવાથી પત્ની અને પુત્રને મુકીને ઝનોર આવી ગયા હતાં.

તારીખ 20મી

જાન્યુઆરીના રોજ હેતલ અને ધાર્મિક બંને વેલુગામથી ઝનોર આવવા માટે નીકળ્યાં બાદ

લાપત્તા બની ગયાં હતાં. દરમિયાન 25મી જાન્યુઆરીના રોજ કરજણ તાલુકાના હલદરવા ગામના એક ખેતરમાંથી હેતલ અને

ધાર્મિકના મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં હેતલે પહેલાં

ધાર્મિકની હત્યા કર્યા બાદ પોતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું

હતું. મૃતક હેતલના પરિવારજનો વડોદરા ખાતે રેંજ આઇજી અભય ચુડાસમાને મળ્યાં હતાં અને

રજુઆત કરી હતી કે માતા અને પુત્રની હત્યા કરવામાં આવી છે અને તેમાં ચાર લોકોની

સંડોવણી છે. તેમણે તટસ્થ તપાસની માંગણી કરતાં રેન્જ આઇજીએ યોગ્ય કાર્યવાહી કરવાની

ખાતરી આપી છે.

Next Story
Share it