નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે ખેતરમાંથી બે વડોદરા આર.આર સેલે ડેડીયાપાડા પોલીસ સાથે મળી વિપુલ પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર વડોદરા રેન્જ આર.આર સેલને ડેડીયાપાડાના મંડાળા ગામે ખેતરમા ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળી હતી. જેથી ડેડીયાપાડા સર્કલ પીઆઈ આર.એન.રાઠવા,વડોદરા રેન્જ આર.આર.સેલ પીએસઆઈ એચ.પી.ઝાલા,આર.આર.બ્રહ્મભટ્ટ તથા એફ.એસ.એલ ના સાયન્ટિફિક ઓફિસર,પો.કો મુનિર.બળવંતસિંહ.ગરાસિયા સાથે ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામના કાંતિલાલ સોનજી વસાવાના ખેતરમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.

RR સેલે હાથધરેલ તપાસ દરમિયાન કાંતિલાલ વસાવાના ખેતરમા બિનઅધિકૃત રીતે વાવેતર કરેલ ગાંજાના ૪૫૨૦ છોડ કે જેનું વજન ૭૧.૯૬૦ કિલો અને કિંમત રૂપિયા ૨,૧૫,૮૮૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ખેતરના માલિકની તપાસ કરતા ખેતર માલિક કાંતિ સોનજી વસાવા તેના ટેકરા ફળિયા ખાતેના રહેણાંકે મળી આવ્યો હતો. જેથી તેની અટકાયત કરી વડોદરા આર.આર સેલે કાંતિ સોનજી વસાવા વિરુદ્ધ નારકોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટનસ એક્ટ મુજબ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી ગુનો નોંધ્યો હતો. આ ગુનાની વધુ તપાસ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાશે અને આરોપીના પોલિસ કસ્ટડી રિમાન્ડ મેળવી ગાંજાની હેરફેર અને વેચાણના ષડયંત્રની પણ તપાસ હાથધરવામાં આવશે.

 

LEAVE A REPLY