Connect Gujarat
ગુજરાત

વડોદરા નેશનલ હાઇવે પર સર્જાઈ હિટ એન્ડ રન ની ઘટનામાં 1નું મોત

વડોદરા નેશનલ હાઇવે પર સર્જાઈ હિટ એન્ડ રન ની ઘટનામાં 1નું મોત
X

અજાણી ગાડીની અડફેટે આવતા રાહદારીનું ઘટના સ્થળે મોત

વડોદરા થી અમદાવાદ જતા પદમલા સાંકરદા નજીક નેશનલ હાઇવે 8 ઉપર અકસ્માત સર્જાવાની ઘટના ઘટી છે. જેમાં અજાણી ગાડીની અડફેટે આવતા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જોકે આ ઘટના બનતા ગાડી ચાલક રાહદારીને ટક્કર મારી ગાડી લઈને ફરાર થઈ ગયો છે.

ઘટના ની જાણ થતા છાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો ત્યારબાદ પંચનામાં ની પ્રક્રિયા કરી લાશને પીએમ અર્થે ખસેડી હતી. હાલ છાણી પોલીસ દ્રારા મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે તો સાથે જ નાસી છૂટનાર કાર ચાલક ને પણ શોધખોળ શરૂ કરાઈ છે

Next Story
Share it