Connect Gujarat
ગુજરાત

વડોદરા: પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગરમાં ૩૦ વર્ષિય આશાસ્પદ યુવાને કરી આત્મહત્યા

વડોદરા: પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગરમાં ૩૦ વર્ષિય આશાસ્પદ યુવાને કરી આત્મહત્યા
X

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગરમાં રહેતા અમિત છગનભાઇ ચૌહાણે (ઉં.વ.30) મોડી સાંજે પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

અમિત પોતાના ઘર પાસેજ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલાં તેના ભાઇનું કુદરતી મોત નીપજ્યું હતું. ભાઇના મોત બાદ તેના ઉપર ઘરની જવાબદારી આવી ગઇ હતી. અમિતે ફોટોગ્રાફીનો વ્યવસાય સારો ચાલતો ન હોવાથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it