Connect Gujarat
ગુજરાત

વડોદરા : પૂરની સ્થિતિ વચ્ચે વધુ એક જોખમ, પાણીની સાથે મગરો તણાઈ આવ્યા

વડોદરા : પૂરની સ્થિતિ વચ્ચે વધુ એક જોખમ, પાણીની સાથે મગરો તણાઈ આવ્યા
X

વિશ્વામિત્રી નદીમાં રહેતા 300 મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી શક્યતાઓ.

તા. 31 જૂલાઈના રોજ વડોદરા શહેરમાં માત્ર 8 કલાકમાં જ 20 ઈંચ જેટલો વરસાદ ખાબકતા છેલ્લા 18 કલાકથી શહેર જળબંબાકારની સ્થિતિ વર્તાઈ છે. ઉપરાંત વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી હતી. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં રહેતા 300 જેટલા મગર હવે ઘર અને બજારોમાં ઘુસે તેવી શક્યતાઓ પણ વધી છે.

વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ રાજસ્થંભ સોસાયટીમાં એક મગર દેખતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ વિસ્તારમાં એક નાનકડો મગર આવી જઈ પાણીમાં ફસાયેલ એક શ્વાનનો શિકાર કરતો હોવાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ વિસ્તારોના લોકોને મગરનો ભય વધું સતાવી રહ્યો છે. લોકો માની રહ્યા છે કે, પાણી ભરાવાને પગલે મગરો ગમે ત્યારે હવે ઘરમાં પણ ઘુસી શકે છે. વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વડોદરવાસીઓને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story
Share it