અસત્ય પર સત્યનાં વિજય તેમજ આસુરી શક્તિના નાશનું પર્વ એટલે વિજયા દશમી. દશેરાના દિવસે પ્રતિકાતક રીતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.વડોદરામાં  ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા 39 વર્ષથી દશેરાના દિવસે રામલીલાનું મંચન કરવામાં આવે છે. ત્યાર બાદ અંતમાં શાત્રોક્ત પરંપરા મુજબ રામ રાવણ વચ્ચે યુદ્ધ થાય છે અને ભગવાન રામનો વિજય થતાં કુંભકર્ણ, મેઘનાદ તેમજ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવે છે.

વડોદરાનાં પોલો મેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા ભગવાન શ્રીરામનું મહત્વ દર્શાવતા રામાયણનાં  મહત્વના પ્રસંગો ને નાટયાત્મક રીતે દર્શવતી રામલીલાનું મંચન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો  રામલીલા તેમજ રાવણ દહન નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષે રામલીલામાં આતંકવાદનાં સફાયો તેમજ રામ રાજ્યની સ્થાપના ને કથા વસ્તુ સાથે વણી લેવામાં આવી હતી. રામલીલામાં વિવિધ પાત્રોને હિન્દૂ મુસ્લિમ સહિત તમામ કલાકારો ભજવીને કોમી એકતા નું ઉદાહરણ દર્શાવ્યું હતું. શહેર પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા કલેક્ટર તેમના પરિવાર સહિત એક લાખ કરતા વધુ લોકો રામ લીલા તેમજ રાવણ દાહનને નિહાળવા માટે ઉપસ્થિત રહયા હતા.રાવણ, 60 ફૂટ ઊંચા રાવણ ,55 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here