Connect Gujarat
ગુજરાત

વડોદરા:પ્રોફેસર ઉમંગ મોદીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝનના લીગલ ડેવેલોમેન્ટ પ્રોગ્રામ ઓન રોડ સેફટીના મેમ્બર તરીકે કરાઇ પસંદગી

વડોદરા:પ્રોફેસર ઉમંગ મોદીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝનના લીગલ ડેવેલોમેન્ટ પ્રોગ્રામ ઓન રોડ સેફટીના મેમ્બર તરીકે કરાઇ પસંદગી
X

ઘી.મ.સ. યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ લૉ માં આસીટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપનાર ઉમંગ મોદીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝનના લીગલ ડેવેલોમેન્ટ પ્રોગ્રામ ઓન રોડ સેફટીના મેમ્બર તરીકે પસંદગી થયેલ છે.

મેમ્બર તરીકે ઉમંગ મોદી દેશના અનેક રાજ્યોની રોડ સેફટીને લગતા નિયમો અને પોલિસી પર કામ કરશે , તદ્દઉપરાંત મેમ્બર તરીકે તેઓ યુનિવર્સિટી માં પણ વિદ્યાર્થીઓને રોડ સેફટી પર ટ્રેનિંગ આપશે. તેઓએ આ ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર માટે રોડ સેફટી વિષયક પોલિસીસ બનાવી છે ને હવે તેઓની ઈચ્છા વડોદરા શહેરના રોડ સેફટીના પ્રશ્નો અને તેના નિરાકરણોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝન તથા ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની છે. સમગ્ર ફેક્લટી ઓફ લૉ અને યુનિવર્સિટી પરિવાર તેઓને આ ઉપલ્બ્ધી માટે હાર્દિક અભિનંદન પાઠવે છે.

Next Story
Share it