વડોદરા શહેરના ફતેગંજ બ્રીજ ઉપર ગત મોડી રાતે બુલેટ પર સવાર ત્રણ નેપાળી યુવાનોને અકસ્માત નળ્યો હતો. અકસ્માતમાં ત્રણ પૈકી બે યુવાનોનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. હજી તો માંડ આ ઘટનાને 18 કલાક થયાં છે, ત્યાં તો ફરી એક વખત એજ સ્થળે બાઇક સવાર યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે બાઇક સવાર યુવક રસ્તા પર પટકાતા તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું છે. જ્યારે યુવકનુ બાઇક તેના મૃતદેહથી 500 મીટીર દુર જોવા મળ્યું હતું.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના ફતેંગજ બ્રીજ ઉપર ફરી એક વખત બાઇક સવાર યુવકને અકસ્માત નળ્યો હતો. જેમાં બાઇક સવાર યુવક પંડ્યા બ્રીજથી ફતેગંજ તરફ જઇ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોવાનુ સેવાઇ રહ્યું છે. અકસ્માતને પગલે બાઇક સવાર યુવક ધડાકાભેર રસ્તા પર પટકાયો હતો. જોકે યુવે હેલેમેટ ન પહેર્યું હોવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

 બનાવને પગલે ફતેગંજ બ્રીજ પરથી પસાર થતાં રાહદારીઓની ભારી ભીડ એકઠી થઇ હતી. ઘટનાની જાણ ફતેગંજ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 18 કલાકમાં એકજ સ્થળે બીજો અકસ્માત બનાત, બ્રીજ પરનો સેવન સીઝ પાસેનો વળાંક વાહન ચાલકો માટે જોખમી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY