Connect Gujarat
ગુજરાત

વડોદરા: બિસ્માર આંગણવાડીમાં જીવના જોખમે રમતા બાળકો

વડોદરા: બિસ્માર આંગણવાડીમાં જીવના જોખમે રમતા બાળકો
X

આંગણવાડીની દીવાલો જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની ભીતિ

વડોદરા જિલ્લાનું સરાર ગામ 2500 ની વસ્તી ધરાવતુ ગામ છે. સરાર ગામમાં પ્રાથમિક શાળાના મેદાનની અંદર જ આંગણવાડી પણ આવેલી છે. આ આંગણવાડી માં આશરે 22 જેટલા નાના ભૂલકાઓ રોજ આવે છે. જે આંગણવાડી અત્યંત જર્જરિત થતાં બિસ્માર હાલતમાં થઇ ગઇ છે. આંગણવાડીની દીવાલો જર્જરિત થતાં ભૂલકાઓના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. જેને સુવ્યવસ્થિત કરવા ગામલોકોએ માંગ કરી છે.

બાળકો સિમેન્ટના પતરાંના ઝૂંપડા નીચે અભ્યાસ કરે છે. તો આગણવાડીની દીવાલો જર્જરિત હાલતમાં જોવા મળી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જો કોઇ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ? તેવી પણ ચર્ચાઓ પુણ લોકમુખે ચર્ચાઈ રહી છે. જવાબદારો તંત્ર કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહ્યું હોય તેવું પ્રતિત તઈ રહ્યું છે.

સરાર ગ્રામ પંચાયતનાં સરપંચ ગિરીશ પરમારે જણાવ્યું હતું કે, આ આંગણવાડી જર્જરિત હાલતમાં હોઇ સંબંધિતો દ્વારા કોઇપણ જાતની તકેદારી રાખવામાં આવી નથી. નવી આંગણવાડી માટે જગ્યા પણ આપી દીધી છે. પણ હજુ સુધી કોઇ કામ ચાલુ થયું નથી. સરાર ગ્રામ પંચાયતમાં છેલ્લા દોઢ મહિનાથી આંગણવીડીન જગ્યા માટે ઠરાવ પણ કર્યો છે

Next Story
Share it