Connect Gujarat

વડોદરા : યુવાન સાથે બેઠેલી યુવતી સાથે બિભત્સ હરકત કરનારા બે આરોપી ઝબ્બે

વડોદરા : યુવાન સાથે બેઠેલી યુવતી સાથે બિભત્સ હરકત કરનારા બે આરોપી ઝબ્બે
X

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એકાંતમાં બેઠેલા યુવાન અને યુવતીને ઝડપી પાડયાં બાદ એલઆરડીના જવાને યુવતી સાથે અશ્લીલ હરકત કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે પીસીઆરના ડ્રાયવર અને એલઆરડીના જવાનની ધરપકડ કરી લીધી છે.

વડોદરાના

ગોત્રી વિસ્તારમાં એકાંત સ્થળ પર એક યુવાન અને યુવતી બેઠા હતાં. તે સમયે પોલીસની

પીસીઆર વાન તેમની પાસે આવી હતી અને બંનેની પુછપરછ કરી તેમની પાસે 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવક પાસે

પૈસા નહિ હોવાથી પીસીઆરનો ડ્રાયવર તેની સાથે પૈસા ઉપાડવા ગયો હતો. આ દરમિયાન યુવતી

સાથે રહેલાં એલઆરડીના જવાને યુવતીને તેના પિતાને કહી દેવાની ધમકી આપી નજીકમાં

આવેલી કન્ટ્રકશન સાઇટમાં લઇ ગયો હતો. જયાં તેણે યુવતી સાથે બિભત્સ હરકતો શરૂ કરી

મુખમૈથુન કરાવ્યું હતું. ત્યારબાદ ડ્રાયવર અને જવાન વાન લઇને નાસી છુટયાં હતાં.

ઘટનાની જાણ થતાં સ્થાનિક નગરસેવક રાજેશ આયરે સ્થળ પર દોડી આવ્યાં હતાં. સ્થાનિક

લોકોના ટોળા સાથે યુવક અને યુવતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં.

બનાવ સંદર્ભમાં યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે

પીસીઆરના ખાનગી ડ્રાયવર

રસિક ચીમન ચૌહાણ અને એલઆરડીના જવાન સુરજસિંહ ફુલસિંહ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની

કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it