વડોદરા : રાયોટીંગના કેસમાં વધુ આઠ આરોપી ઝબ્બે, હથિયારોનો મોટો જથ્થો મળ્યો

વડોદરાના હાથીખાના વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનારા વધુ 6 તોફાનીઓની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાના મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારના રોજ સીએએના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વેળા હાથીખાના વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાસે કેટલાક તોફાનીઓએ પોલીસ ટીમ ઉપર હુમલો કર્યો હતો. તોફાનીઓના અટકચાળાને પગલે શહેરની શાંતિને પલિતો ચંપાયો હતો. જો કે પોલીસે ત્વરીત મોરચો સંભાળી ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેરી દીધું હતું. બનાવ સંદર્ભમાં અજાણ્યા ટોળા સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે અગાઉ 8 આરોપીને ઝડપી પાડયાં હતાં. આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કવાયત વેળા પોલીસે વધુ 6 આરોપીને ઝડપી લીધાં છે. આરોપીઓ પાસેથી તલવાર અને ગુપ્તી સહીતના ઘાતક હથિયારો પણ મળી આવ્યાં હતાં.