Connect Gujarat
ગુજરાત

વડોદરા: વરસાદી માહોલમાં બપોરે ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાજી નીકળશે નગરચર્યાએ

વડોદરા: વરસાદી માહોલમાં બપોરે ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાજી નીકળશે નગરચર્યાએ
X

વરસાદી માહોલમાં આજે અષાઢી બીજના પાવન દિવસે બપોરે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારે ભગવાનના શ્રૃંગારના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

દેશ-વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ ભજનની રમઝટ બોલાવી

ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, સવારે ૭.૪૫ કલાકે ભગવાન જગન્નાથની શ્રૃંગાર આરતી કરવામાં આવી હતી. શ્રૃંગાર આરતીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આરતી બાદ શ્રૃંગારના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. દેશ-વિદેશથી આવેલા શ્રધ્ધાળુઓએ મંદિર પરિસરમાં હરે રામા..હરે ક્રિષ્ણા..ની ધૂન અને ભજનોની રમઝટ બોલાવી હતી. ઝરમરઝરમર વરસી રહેલા વરસાદમાં શ્રધ્ધાળુઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ થઇ ગયા હતા. વરસાદ હોવા છતાં ભગવાનના દર્શન માટે મંદિરમાં લાંબી કતારો લાગી હતી. હરે કૃષ્ણની ધૂનથી મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું.

બપોરે ૨.૩૦ કલાકે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સવારથી રથયાત્રાના માર્ગ ઉપર જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનું સુચારું આયોજન કરી દેવામાં આવ્યું છે.

Next Story