Connect Gujarat
Featured

વડોદરા : સયાજી જનરલ હોસ્પિટલમાં રૂ.180 કરોડના ખર્ચે 600 બેડની અત્યાધુનિક મેટરનીટી/ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે.

વડોદરા : સયાજી જનરલ હોસ્પિટલમાં રૂ.180 કરોડના ખર્ચે 600 બેડની અત્યાધુનિક મેટરનીટી/ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે.
X

વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી જનરલ હોસ્પિટલમાં રૂપિયા 180 કરોડના ખર્ચે 600 બેડની અત્યાધુનિક મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવશે. ગુજરાત સરકારના આજે રજૂ થયેલા બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે વડોદરા સયાજી હોસ્પિટલમાં મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે રૂપિયા 180 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.

વડોદરા શહેરની સયાજી

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, વડોદરા સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી

હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં વડોદરા શહેર-જિલ્લા સહિત, પંચમહાલ, દાહોદ, આણંદ, મહીસાગર, ભરૂચ, અને

નર્મદા જિલ્લાના લોકો સારવાર માટે આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ગુજરાતને અડીને

આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડરના ગામોના લોકો પણ સારવાર માટે આવે છે.

પરિણામે સયાજી હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. જેની સામે

સરકાર દ્વારા પણ સયાજી હોસ્પિટલને વધુને વધુ સજ્જ બનાવવા માટે પ્રયત્નશિલ છે.

આજે ગુજરાત સરકારના રજૂ

થયેલા બજેટમાં 600 બેડની મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનાવવા માટે રૂપિયા 180 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 50 કરોડ પ્રથમ વર્ષે ફાળવવામાં આવનાર છે. ગુજરાત સરકારનો

અમે આભાર માનીએ છે.

સુપ્રિટેન્ડેન્ટ ડો.

રાજીવ દેવેશ્વરે વધુમાં જણાવ્યું હતું કે, મેટરનીટી

ચાઇલ્ડ હોસ્પિટલ એક્સીસ બેંકની પાછળની ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવશે. રૂપિયા 180 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર હોસ્પિટલ અત્યાધુનિક

સાધનોથી સજ્જ રહેશે. હોસ્પિટલમાં મેટરનીટી વિભાગ, પિડીયાટ્રીક, સગર્ભા મહિલાઓ માટે આઇ.સી.યુ., બાળકો માટે એન.આઇ.સી.યુ., પી.આઇ.સી.યુ. કુપોષીત બાળકો માટે એન.આર.સી. સહિતના

વિભાગો બનાવવામાં આવશે.

ભવિષ્યને ધ્યાનમાં લઇને

મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલની જરૂરીયાત હતી.

પહેલાં હોસ્પિટલમાં 4000 ડિલીવરી થતી હતી. હવે 8000 ડિલીવરી

થાય છે. આથી ભવિષ્યને ધ્યાનમાં લઇ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલની તાતી જરૂરીયાત હતી. સરકારમાં મેટરનીટી હોસ્પિટલ બનાવવા માટે

અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને સરકારે ધ્યાનમાં લઇ રૂપિયા 180 કરોડ મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ માટે મંજૂર કર્યાં છે.

Next Story