Connect Gujarat

વડોદરા : સાંસદ રંજનબેન ભટ્ટે એક કરોડ રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરી

વડોદરા : સાંસદ રંજનબેન ભટ્ટે એક કરોડ રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરી
X

રાજયમાં કોરોના વાયરસ સામેની લડતને મજબુત બનાવવા તથા આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે સાંસદો તેમની ગ્રાંટમાંથી રકમની ફાળવણી કરી રહયાં છે. વડોદરાના સાંસદે પણ કલેકટરને એક કરોડ રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરી છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ભટ્ટે જીએમઇઆરએસ ગોત્રી વડોદરા ખાતે વેન્ટિલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે 1 કરોડની રૂપિયા ફાળવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને અનુદાનની આ રકમ ફાળવતા રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, નાગરિકોને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્યતંત્ર સતત કાર્યરત છે, ત્યારે ગોત્રી સ્થિત જીએમઇઆરએસ ખાતે વેન્ટિલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓના ભાગરૂપે આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આ અનુદાન લોકસેવા માટે ઉપયોગી નીવડશે.

Next Story
Share it