Connect Gujarat

વડોદરા : સેન્ટ્રલ જેલમાં લોલમપોલ, કેદીઓ પાસેથી મળ્યાં મોબાઇલ ફોન

વડોદરા : સેન્ટ્રલ જેલમાં લોલમપોલ, કેદીઓ પાસેથી મળ્યાં મોબાઇલ ફોન
X

એક કેદીએ પથારી નીચે ખાડો ખોડી સંતાડયો હતો મોબાઇલ

વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલરની તપાસ દરમિયાન અલગ અલગ બેરેકમાંથી ચાર કેદીઓ પાસેથી મોબાઇલ ફોન, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યાં છે.

વડોદરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં અધિક્ષક એન.પી. રાઠોડે મોડી રાત્રે જેલ સ્ટાફને સાથે રાખીને જેલના વિવિધ બેરેકમાં ચેકીંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પાકા કામના કેદી જીતેન્દ્ર હસમુખ પરમારતેમજ અન્ય એક કેદી હર્ષદ ઉર્ફ હર્ષરાજ અશોક ગઢાદરાના પલંગમાંથી મોબાઇલ ફોન, ઇયરફોન અને સીમ કાર્ડ મળી આવ્યું હતું. આ ઉપરાંત મહેશ ઉર્ફ મયકો ચુનિલાલની પથારી નીચેથી દોઢ ફૂટ ખોદેલા ખાડામાં છૂપાવેલો મોબાઇલ ફોન, સીમકાર્ડ, એસેમ્બલ ચાર્જર મળી આવ્યું હતું.

તેમજ કેદી અજય ઉર્ફ સાગર ગોપાલસિંહ વાઘેલા પાસેથી પણ મોબાઇલ ફોન, સીમકાર્ડ મળી આવ્યો હતો.ચારેય કેદીઓ પાસેથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ કબજે લેવામાં આવ્યાં છે. તમામ ચાર કેદીઓ વિરૂધ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ સેન્ટ્રલ જેલમાં મોબાઇલ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયું હતું. જેની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

Next Story
Share it