ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે સતત બીજો વિજય હાંસલ કર્યો હતો. કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલા મુકાબલામાં કોહલીબ્રિગેડે ઓસ્ટ્રેલિયાને ૩૬ રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથે અડધી સદી નોંધાવી હોવા છતાં ઓસ્ટ્રેલિયા ટીમ ૩૧૬ રન નોંધાવી શકી હતી. મેન ઓફ ધ મેચ રહેલા શિખર ધવનની સદી ઉપરાંત કોહલીએ ૮૨ તથા રોહિત શર્માએ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું.

ભારતે આમ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સતત ૮ જીતના વિજયરથને રોક્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની સતત ૧૦ વિજયની સફર તથા વર્લ્ડ કપ ઔઇતિહાસમાં રનચેઝ કરતી વખતે સતત ૧૯ મેચનો રથ પણ અટક્યો હતો. ૧૯૯૯માં ઓવલ ખાતે વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. હવે ૨૦૧૯માં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૪૮ વર્લ્ડ કપની મેચમાં માત્ર ચોથો પરાજય મેળવ્યો છે અને તેમાં બે વખત ભારતે હરાવ્યું છે.

LEAVE A REPLY