વર્લ્ડ કપ 2019 ના ખિતાબ સુધી પોંહચવા આજે જીતવું જરૂરી, વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમીફાયનલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે.

વર્લ્ડ કપ 2019 ના ખિતાબ સુધી પોંહચવા માટેની પ્રથમ સેમીફાઈનલ   મેચમાં આજે ટિમ ઇન્ડિયા અને ટિમ ન્યુઝીલેન્ડ એકબીજા સાથે ટકરાશે.વર્લ્ડ કપ 2019 ના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી વિરાટ સેનાનો વિરાટ પડકાર નો સામનો કરશે ટિમ ન્યુઝીલેન્ડ તો બીજી તરફ નૂયુઝીલેન્ડ ટિમ ની કમાન તેમના લીડર કેન વિલિયમસનના હાથમાં છે જે પોતે એક શાનદાર ફોર્મમાં ચાલી રહેલ છે તથા પોતાની ટિમના લયને મેચ જીતવાના ફોર્મ જાળવી રાખે છે.

ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના ત્રણ ખેલાડીઓથી બચીને રહેવુ પડશે. આ ત્રણ ખેલાડી છે, લોકી ફર્ગ્યૂસન, ટ્રેંટ બોલ્ટ અને જિમી નીશામ. આ ત્રણેય ખેલાડીઓ પોતાની આક્રમક બોલિંગ દ્વારા વર્લ્ડ કપ 2019માં તમામ બેટ્સમેનોને હેરાન કર્યા છે. જયારે ટિમ ઇન્ડિયા ના હિટમેન તરીકે જાણીતા અને વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી મારનાર રોહિત શર્મા ન્યુઝીલેન્ડ ની આશાઓ પર પાણી ફેરવી શકે છે.

વર્લ્ડ કપ 2019ની ટુર્નામેન્ટ દરમ્યાન વરસાદ પણ એક ચર્ચા નો વિષય બની ગયો છે ત્યારે આજની મેચ દરમ્યાન વરસાદ ની સંભવના ની આગાહી સેવાય રહી છે તેમજ કાલે એટલે કે બુધવારને રીઝવ ડે તરીકે રાખવામાં આવ્યો છે પરંતુ બન્ને દિવસે વરસાદ રહશે અને મેચ રામાય નહીં તો ટિમ ઈંડિયા સીધી વર્લ્ડ કપ 2019ની ફાઈનલ મેચમાં પ્રવેશ લેશે.

 

LEAVE A REPLY