Top
Connect Gujarat

વર્ષો જૂની પરંપરા મુજબ કચ્છમાં પ્રાંથળિયા આહીર સમાજના અંધારી તેરસના દિવસે 1000 જેટલા લગ્નો લેવાયા

વર્ષો જૂની પરંપરા મુજબ કચ્છમાં પ્રાંથળિયા આહીર સમાજના અંધારી તેરસના દિવસે 1000 જેટલા લગ્નો લેવાયા
X

કચ્છ જિલ્લામાં પ્રાંથળિયા આહીર સમાજના અંધારી તેરસના દિવસે 1000 જેટલા લગ્નો લેવાયા હતા સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ આ જ દિવસે લગ્ન થાય છે. જે જોડલા આ તક ચુકી જાય તેનો વારો આવતા વર્ષે આવે છે.

પ્રાથળીયા આહીર સમાજ દ્વારા અંધારી તેરસના દિવસે જે યુગલો લગ્ન કરી લે તેમણે લગ્ન કર્યા બાકી જે રહી ગયા સમજો વર્ષ માટે રહી ગયા.પરંપરાગત પહેરવેશ સાથે વડીલોની આજ્ઞા અને રીતી રિવાજો મુજબ ગામડાઓમાં લગ્ન લેવાય છે. ખાસ ગામમાં લગ્ન ભલે અલગ અલગ હોય પરંતુ જમણવાર એક જ સ્થળે સમૂહમાં હોય છે.

અંજાર તાલુકાના આહીરાત ગામોમાં 300 લગ્નો લેવાયા હતા.વાગડમાં 300 , ભુજ તાલુકામાં 300 , પશ્ચિમ કચ્છમાં 100 મળી હજારેક દંપતી લગ્નગ્રંથીથી જોડાયા હતા.ગામોની જો વાત કરીએ તો વાગડ વિસ્તારના રામવાવ , ઘરાણા, ચોબારી ,ખેંગારપર , કુડા જામપર , ભચાઉ , રાપર તેમજ અંજાર તાલુકાના રતનાલ , સતાપર , હીરાપર , કોટડા , ટપપર પશ્ચિમ કચ્છના નથ્થરકુઈ , નીરોણા , વંગ , આમારા અને ભુજ તાલુકાના સુમરાસર , લોડાઈ , હબાય , ઝીંકડી , જવાહરનગર , મમુઆરા સહિતના આહીર પટ્ટીના ગામોમાં લગ્નનો માહોલ જામ્યો હતો.ગામેગામ લગ્નનો માહોલ જામતા ઉત્સાહનો માહોલ દેખાયો હતો.ખાસ લગ્નના દાંડિયારાસમાં થતી ઘોર ગૌ સેવા માટે વાપરવામાં આવે છે.

Next Story
Share it