Connect Gujarat
ગુજરાત

વલસાડઃ વારકરી સંપ્રદાય વાપી-છરવાડા ખાતે આયોજિત અખંડ હરિનામ સપ્તાહનો શુભારંભ

વલસાડઃ વારકરી સંપ્રદાય વાપી-છરવાડા ખાતે આયોજિત અખંડ હરિનામ સપ્તાહનો શુભારંભ
X

આદિજાતિ વિકાસ રાજ્યમંત્ર રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્થિત રહ્યા

વલસાડ જિલ્લાના વાપી-છરવાડા ખાતે વારકરી સંપ્રદાય દ્વારા આયોજિત અખંડ

હરિનામ સપ્તાહ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ

ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો, તેમજ કથાકાર સુશિલ મહારાજના મુખેથી કથાનું શ્રવણ

કર્યું હતું. મંત્રીએ ધાર્મિક અને આધ્યામિક વિચારોના પ્રસાર માટે સંપ્રદાય દ્વારા

કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ અવસરે સરપંચ યોગેશ પટેલ, એફસીઆઇ સભ્ય હિતેશ સુરતી, અગ્રણી મહેશ ભટ્ટ, હેમંત ભટ્ટ, પંકજ બોરલાઇવાલા, માધવ મુસ્લે, પ્રિતીબેન પાંડે સહિત મોટી

સંખ્યામાં વારકરી સમાજના લોકો સહિત ભક્તજનો હાજર રહ્યા હતા.

Next Story
Share it