વલસાડ : કુમાર શાળાનો મુખ્ય ગેટ પડતા ૪ બાળકો ઘાયલ

53

વલસાડ ખાતે આવેલ મુખ્યકુમારશાળામાં મુખ્ય ગેટ શાળાના બાળક પર પડ્યો હતો.આ ઘટનાને ૩૦ મિનિટ જેટલો સમય વીતી જવા છતાં બાળક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા વાલીઓ માં રોષ જોવા મળ્યો હતો. બાળક ના પિતા આવ્યા બાદ બાળકને પિતા દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વલસાડ ખાતે આવેલ મુખ્ય કુમારશાળામાં રીસેસ દરમ્યાન બાળકો સ્કૂલ ના ગેટ પાસે રમતા હતા. તે દરમ્યાન અચાનક ગેટ પડી જતા ૪ જેટલા બાળકો ને ઇજા થઇ હતી. જેમાં એક બાળકને ફેકચર થતા સિવિલમાં ખસેડાયો પણ ઘટના જ્યારે બની ત્યારે શાળાના શિક્ષકોએ ૩૦ મિનિટ સુધી બાળકના વાલી આવે એની રાહ જોઈ અને પછી બાળકને એના વાલી સાથે હોસ્પીટલમાં મોકલી આપ્યો હતો.

જ્યારે ૧૦૮ જેવી સુવિધા હોવા છતાં શીક્ષકો સહિત કોઈએ એનો ઉપયોગ સુદ્ધા ના કર્યો અને બાળકે કણસતું રેહવું પડ્યું. જે ખુબજ નિંદનિય અને દુ:ખની બાબત છે. હાલ તો બાળકને વલસાડ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ છે અને જેવી મીડિયાએ બાળકના પિતાની સાથે ઘટના મામલે વાત થયા ની ખબર પડતા જ શાળાના આચાર્ય અને શિક્ષકોમાં ઢાંક પીછોડો કરવા માટે દોડધામ જોવા મળી હતી.

સમગ્ર મામલે ઘાયલ બાળકના પિતા અનવર પઠાણે જણાવ્યું કે, મુખ્યકુમાર શાળામાં બનેલ ઘટનાને લઈને મીડિયા દ્વારા સમગ્ર બાબતે કવરેજ કરવાનું શરૂ કરતા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચી બાળકના ખબર અંતર પૂછયા હતા અને શિક્ષકો દ્વારા ૧૦૮ને ફોન ન કરવામાં આવ્યો હોવાની વાત ને સ્વીકારી હતી.

LEAVE A REPLY