વલસાડ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જિલ્લાના અધિકારીઓ સાથે યોજી બેઠક

પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળે થઇ જાય તે હેતુસર વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ધોડીપાડાના સાંસ્કૃતિક હોલ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.બેઠક દરમિયાન ઉપસ્થિત રહેલા અરજદારોએ માર્ગ અને મકાન, દક્ષિણ ગુજરાત વીજ કંપની. લી., વન વિભાગ, સિંચાઇ સહિત વિવિધ વિભાગોના પ્રશ્નો રજૂ કર્યા હતા. મંત્રીએ તમામ અરજદારોના પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓને તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે લાવવા સૂચના આપી હતી. ચોમાસાની સીઝન હોઇ મહત્તમ વીજ વિભાગના પ્રશ્નો રજૂ કરાયા હતા.
જે પ્રશ્નોના નિરાકરણ માટે ડી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ સતત કાર્યરત રહી લોકોની ફરિયાદોનું નિવારણ કરે તેમ પણ જણાવ્યું હતું. વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવામાં આવ્યા છે, જેમાં પાણીનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થાય તે માટે સંબંધિત ગામના સરપંચો તકેદારી રાખે તે જરૂરી છે, તેમ જણાવી મંત્રીશ્રીએ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ નવા બનાવવા માટેની દરખાસ્ત સત્વરે મોકલી આપવા, સિંચાઇ વિભાગના જે કામો મંજૂર થયા છે. તે કામોનો એકશન પ્લાન તૈયાર રાખી ચોમાસું પૂર્ણ થાય કે તરત જ કામગીરી શરૂ કરી દેવા, ૧૪ના નાણાંપંચ હેઠળના બાકી કામો સત્વરે શરૂ કરી દેવા જણાવ્યું હતું.
નાયબ વન સંરક્ષક એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ જમીન ખેડૂતના નામે કરવાની બાકી હોય તેવા ખેડૂતોએ જરૂરી દસ્તાવેજા સાથે સત્વરે અરજી મોકલી આપવા જણાવ્યું હતું. આગામી વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય તે માટે સૌના સહકારની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. બેઠકમાં વિવિધ ગામોના સરપંચો, તલાટી, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMTરાજ્યમાં આજે કોરોનાના 456 નવા કેસ નોધાયા, 386 દર્દીઓ થયા સાજા
3 July 2022 2:40 PM GMTસાબરકાંઠા: પોળો જંગલોમાં હવેથી પેટ્રોલ-ડીઝલની કાર નહીં ચાલે, ડેમ સાઈટ...
3 July 2022 12:59 PM GMTગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMT