Connect Gujarat

વલસાડ : ધરમપુર તાલુકાના સાત રત્‍નોનો સન્‍માન સમારંભ સહિત પુસ્‍તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

વલસાડ : ધરમપુર તાલુકાના સાત રત્‍નોનો સન્‍માન સમારંભ સહિત પુસ્‍તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે દીપજ્‍યોતિ સેવા મંડળ દ્વારા ધરમપુર તાલુકાના સાત રત્‍નોનો સન્‍માન સમારંભ તેમજ પુસ્‍તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ સાત રત્‍નોમાં સ્‍વ. નાનુભાઇ દેસાઇ, સ્‍વ.કલ્‍યાણજી કાકા, સ્‍વ. ડૉ. પ્રબોધભાઇ દેસાઇ, ડૉ. બાબુભાઇ પટેલ, ડૉ. ધીરૂભાઇ પટેલ, પ્રજ્ઞાબેન રાજા અને ધર્મુદાદાનો સમાવેશ થાય છે.

આ અવસરે ધરમપુર ધારાસભ્‍ય અરવિંદ પટેલે સન્‍માનનીય પ્રતિષ્‍ઠિત નાગરિકોએ કરેલા યોગદાન અંગે સવિસ્તાર જાણકારી આપી આજની યુવાપેઢી તેમના જીવનમાંથી પ્રેરણા લઇ જીવનમાં લોકસેવા કરે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધરમપુર નગરપાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે, ધરમપુરના આ મહાનુભવોએ સમાજમાં શિક્ષક, સેવક અને માર્ગદર્શક બનીની ઉજાસ પાથરી છે. ધરમપુર પ્રદેશના આવા પ્રતિષ્‍ઠિત વ્‍યક્‍તિઓને શબ્‍દમાં કંડારવાનું કામ લેખક વજીરભાઇ હરકણિયાએ કર્યું છે, જે અભિનંદનીય છે. ડૉ. રમણભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ પાડવીએ પણ મહાનુભવોના સેવાભાવને બિરદાવ્‍યો હતો. આ પ્રસંગે સેવામંડળ ધરમપુરના પ્રમુખ ડૉ. બાબુભાઇ પટેલ, ડૉ. ધીરુભાઇ પટેલ, પ્રજ્ઞાબેન રાજા તથા ધર્મુદાદાએ તેમના પ્રતિભાવો રજૂ કાર્ય હતા. પ્રા. ડૉ. મીતાબેન પારેખે પુસ્‍તિકાનો પરિચય આપ્‍યો હતો. આ પ્રસંગે વિશિષ્‍ટ વ્‍યક્‍તિઓએ મંડળ દ્વારા શાલ ઓઢાડી અને સન્‍માનપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ભુપેન્‍દ્રભાઇ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા, આભારવિધિ હસમુખભાઇ પટેલે તથા કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ઇશ્વરભાઇ પટેલે કર્યું હતું.

Next Story
Share it