Connect Gujarat

વલસાડ : પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ, કુલ રૂ. 1174 લાખના 621 કામોને મંજુરીની મ્હોર

વલસાડ : પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ, કુલ રૂ. 1174 લાખના 621 કામોને મંજુરીની મ્હોર
X

પ્રજા કલ્‍યાણના વિકાસ

કામોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પૂર્ણ સંવેદના સાથે કાર્ય પૂર્ણ કરવાની

હિમાયત કરતા વલસાડના પ્રભારી મંત્રી અને આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગના રાજ્‍યકક્ષાના

મંત્રી કિશોર કાનાણીએ આયોજન મંડળના પત્રકોમાં પ્રગતિ હેઠળના કામોની નોંધની સામે, હવેથી

કામ પૂર્ણ થયાની નોંધ થાય તે આવશ્‍યક છે તેમ જણાવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લા

આયોજન મંડળના સને ર૦૨૦/ર૧ના વિવિધ જોગવાઇઓ હેઠળના કુલ રૂ. ૧૧૭૪ લાખના ૬૨૧ કામોને

મંજુરી આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા આયોજન

મંડળ દ્વારા સને ર૦૨૦/ર૧ના વર્ષ માટે ૧પ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ કુલ રૂ. ૭પર.૦૦

લાખનું આયોજન કરાયું છે. જે મુજબ ધરમપુર અને કપરાડા તાલુકા માટે રૂ. ૧૪૭.પ૦ લાખ, પારડી

માટે રૂ. ૧૧૭.પ૦ લાખ, ઉમરગામ માટે રૂ. ૧રર.પ૦ લાખ, વાપી માટે રૂ. ૯૭.પ૦ લાખ અને વલસાડ તાલુકા માટે રૂ. ૧૧૭.પ૦ લાખની જોગવાઇ

કરવામાં આવી છે. ઉપરાંત પ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ હેઠળ વલસાડ જિલ્લામાં સને

ર૦૨૦/ર૧ માટે કુલ રૂ. રપ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ૧પ ટકા વિવેકાધિન અને પ ટકા

પ્રોત્‍સાહક જોગવાઇ ઉપરાંત ૧પ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ જિલ્લાની કુલ ૫

નગરપાલિકાઓ વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર માટે રપ-રપ લાખ મળી કુલ રૂ. ૧રપ લાખની જોગવાઇ પણ

કરવામાં આવી છે.

Next Story
Share it