વલસાડ : પ્રમુખ ગ્રીન પાર્ક સોસાયટીમાં પોલીસ અને તસ્કરો વચ્ચે પકડદાવ, જુઓ સીસીટીવી ફૂટેજ
BY Connect Gujarat3 Dec 2019 1:00 PM GMT

X
Connect Gujarat3 Dec 2019 1:00 PM GMT
વલસાડના મોગરાવાડી વિસ્તાર માં આવેલ પ્રમુખગ્રીન સોસાયટીમાં ચોરી કરવા આવેલાં 5 જેટલા તસ્કરો પોલીસ આવી જતાં ભાગી ગયાં હતાં.
શિયાળાની
શરૂઆત થતાંની સાથે તસ્કરો તેમનો કસબ અજમાવવા જયારે પોલીસ તસ્કરોના મનસુબા પર પાણી
ફેરવવા સજજ બની છે. વલસાડની પ્રમુખ ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે 5 થી 6 જેટલા તસ્કરો ચોરી કરવા માટે આવ્યાં
હતાં. પોલીસની કોમ્બિંગ નાઇટ ચાલી રહી હોવાથી પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં
તે વેેળા તેમને શંકાસ્પદ ગતિવિધિ નજરે પડી હતી. તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરતાં
પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તસ્કરોને પડકરતા તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો
હતો. પોલીસે તેમનો પીછો કર્યો પણ તસ્કરો ભાગી જવામાં સફળ રહયાં હતાં. સોસાયટીના
રહીશોએ પોલીસનો આાભાર વ્યકત કર્યો હતો. પોલીસ અને ચોરના પકડદાવની આ ઘટના
સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
Next Story