Connect Gujarat

વલસાડ : રાજીવગાંધી સભાગૃહ ખાતે ૧૬મી વસતિ ગણતરી માટે માસ્‍ટર ટ્રેનરોની બે દિવસીય તાલીમ યોજાઇ

વલસાડ : રાજીવગાંધી સભાગૃહ ખાતે ૧૬મી વસતિ ગણતરી માટે માસ્‍ટર ટ્રેનરોની બે દિવસીય તાલીમ યોજાઇ
X

ભારતમાં વસતિ ગણતરીની શરૂઆત સૌ પ્રથમ વર્ષ ૧૮૭૨માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. દર ૧૦ વર્ષે આ વસતિ ગણતરી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧ની વસ્‍તી ગણતરી ૧૬મી વસતિ ગણતરી છે. આ ગણતરીના આધારે સરકારની નિતિઓ, યોજનાઓ ઘડવામાં આવે છે તથા દેશની સ્‍થિતિ અંગે સચોટ માહિતી અને આંકડા મળે છે. છેલ્લી વસતિ ગણતરી ૨૦૧૧ માં કરવામાં આવી હતી. ત્‍યાર બાદ ૨૦૨૧ની વસતિ ગણતરી માટે દેશમાં પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં માસ્‍ટર ટ્રેનરોની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વલસાડ જિલ્લાના રાજીવગાંધી

સભાગૃહ ખાતે આ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વસતિ ગણતરી બે માધ્‍યમથી

કરી શકાશે. ઓન લાઇન મોબાઇલમાં એપ્‍લીકેશનના માધ્‍યમથી તથા ઓફ લાઇન કાગળના ફોર્મ

ભરી કરી શકાશે. વસ્‍તી ગણતરી ફેઝ-૧ ૧૬ એપ્રિલથી ૩૦મેં ૨૦૨૦ તથા ફેઝ-૨ ૯

ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી બે ફેઝમાં યોજવામાં આવશે, ત્યારે બેઠક દરમ્યાન જિલ્લા આયોજન અધિકારી એ.યુ.પંચોલી

તથા દાદરા નગર હવેલીના સુનીલ પગારે દ્વારા પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી તાલીમ આપવામાં

આવી હતી. બેઠકમાં માસ્‍ટર ટ્રેનર તરીકે નિમેલા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના તમામ મામલતદાર, ચીફ ઓફિસરો તથા સેન્‍સસ બોર્ડ

ગાંધીનગરના નોડલ ઓફિસર દિગંત શાહ તથા અન્‍ય સંબંધિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા

હતા.

Next Story
Share it