વલસાડ : શાપુરનગર (ધોભિતલાવ)માં આવેલ એક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

New Update
વલસાડ : શાપુરનગર (ધોભિતલાવ)માં આવેલ એક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

વલસાડના ધોભીતળાવ

વિસ્તારમાં આવેલ શાપુરનગરમાં ભંગારના ગોડાઉનમા આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી જવા

પામી હતી. ઘટનાને પગલે વલસાડ નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં

લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

વલસાડ શહેરના ધોબીતળાવ

વિસ્તારમાં આવેલ શાપુરનગરમાં ભંગારના ગોડાઉનમાં  ભીષણ

આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ફટાકડા કે કોઈ રોકેટ કારણે આગ લાગી હોવાનું

સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગ વધુ વિકરાળ બનતા સ્થાનિકો દ્વારા આગ પર

કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર ઘટનાને પગલે વલસાડ ફાયરને જાણ કરતા

તેઓ ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લીધી હતી. 2 કલાક

બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ

જોવા મળ્યો હતો.

Latest Stories