Connect Gujarat
ગુજરાત

વલસાડ: સાંઈ લીલા મોલમાં કાસા ફૂટ એન્ડ બોડી સ્પામાં પોલીસે કરી રેડ,૬ મહિલા અને ૪ આરોપી ઝડપાયા

વલસાડ: સાંઈ લીલા મોલમાં કાસા ફૂટ એન્ડ બોડી સ્પામાં પોલીસે કરી રેડ,૬ મહિલા અને ૪ આરોપી ઝડપાયા
X

વલસાડના સાઈલ લીલા મોલમાં કાસા ફૂટ એન્ડ બોડી સ્પામાં આજે પોલીસ એ રેડ કરતા ૬ મહિલા અને ૪ આરોપીઓને પકડી પાડ્યા છે.

સાંઈ લીલા મોલમાં આવેલ સ્પામાં થાઈલેન્ડ થી આવેલ ૪ મહિલા એક આસામની મહિલા અને એક સ્થાનિક સંચાલીકા મળી ૬ મહિલાઓની ધરપકડ કરી છે. આ સાથે એક પુરુષ હેલ્પર અને અન્ય વિઝીટર તરીકે પુરુષો ની અટક કરી છે.ઘણા સમય થી આ સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને રવિવારે બપોરે પોલીસે સાક્ષી અને પંચો સાથે રાખી રેડ કરી હતી.

રેડ વખતે એક વ્યક્તિ એ સ્ટિંગ ઓપરેશન પણ કરેલ છે જેમાં સ્પાની આડ ચાલતા દેહવ્યાપારની વાત માં સંચાલીકા એમ કહેતી હતી કે અહીં વલસાડના ઘણા મોટા માથા અને નબીરાઓ આવે છે. ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.હાલ પોલીસે સ્પાના સીસીટીવી અને અન્ય બાબતોને ધ્યાને રાખી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story