વલસાડ : સેકન્ડ હેન્ડ લકઝુરીયસ કાર ખરીદતા પહેલા ચેતજો, શું છે કારણ ?

જો આપ સસ્તી કાર ખરીદવાની લાલચે
કોઈ સેકન્ડ હેન્ડ લક્ઝુરિયસ કાર ખરીદી રહ્યા હોય તો, થઇ જજો સાવધાન. કારણ કે, આપે સસ્તા ભાવે ખરીદી કરેલ
લક્ઝુરિયસ કાર ચોરીની પણ હોઇ શકે છે. વલસાડ પોલીસે આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર ચોરીના
મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી છે.
આ તમામ મોંઘી દાટ લક્ઝુરિયસ કાર કોઈને પણ મોહી લે તેમ છે, અને હા આ લક્ઝુરિયસ કાર કોઈ
શો-રૂમની બહાર નથી. પરંતુ આ તમામ કાર વાપી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની બહાર પાર્કિંગમાં
પાર્ક કરવામાં આવેલી છે. આ તમામ કાર ચોરીની હોવાનું પોલીસ જણાવી રહી છે. વલસાડ એલસીબીએ આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર ચોરીના
મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીની 9 જેટલી લક્ઝરિયસ કાર કબજે કરી કાર ચોરી
કરનાર ગેંગના બે સાગરીતોની પણ ધરપકડ કરી છે. કાર ચોરી કૌભાંડના તાર ગુજરાત ઉપરાંત
મહારાષ્ટ્રમાં સુધી લંબાયા છે. વાપીના ડુંગરા વિસ્તારમાંથી પસાર થતી એક લક્ઝુરિયસ કારને રોકી ચાલકની પોલીસે પૂછપરછ કરી હતી. ડ્રાયવર પાસે કારના કોઈ કાગળો નહીં મળી આવ્યા હોવાથી
પોલીસે કાર સાથે કાર ચાલક ભાવેશ શેલડીયાની અટકાયત કરી હતી. ભાવેશ મૂળ જૂનાગઢનો
રહેવાસી છે. પોલીસે તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર
ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ તો પોલીસે ભાવેશ સહિત બે આરોપીની
ધરપકડ કરી છે.