વલસાડ : 31મી ડીસેમ્બરે દમણથી દારૂ લાવતા પહેલા ચેતી જજો, જાણો કારણ

31મી ડીસેમ્બર અને નાતાલના તહેવાર પર આપ દમણથી દારૂ લાવવાનું વિચારી રહયાં છો તો થોભી જજો કારણ કે વલસાડ પોલીસે દારૂની હેરાફેરી રોકવા માટે એકશન પ્લાન ઘડી કાઢયો છે.
વલસાડના તિથલ ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવા આવેલ સુરતના રેન્જ આઈ.જી એસ.પી. રાજકુમારે જણાવ્યુ હતું કે, નાતાલ અને થર્ટી ફર્સ્ટના તહેવારોમાં દારૂની રેલમછેલ રોકવા માટે પોલીસ કટીબધ્ધ છે. દમણથી આવતાં દારૂના જથ્થાને રોકવા ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે તથા દમણમાં દારૂનો જથ્થો નિયંત્રણમાં રહે તે માટે દમણના વહીવટી સત્તાધીશો સાથે પણ બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિસમસને લઈને દારૂની હેરફેર રોકવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે.વલસાડના તિથલ બીચ ખાતે નવી બનેલી પોલીસ ચોકીનું સુરત રેન્જ આઈજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોની ઘણા સમય થી આ વિસ્તારમાં પોલીસ ચોકીની માંગ હતી..