વાંસદા માં વિરાટ હિન્દૂ સંમેલન ને સંબોધિત કરતા ડો.મોહન ભાગવત
દક્ષિણ ગુજરાતના વાંસદા ખાતેના ક્લબ ગ્રાઉન્ડ મેદાનમાં ભારત સેવા સંઘ વર્ષ નિમિતે વિરાટ હિન્દૂ સંમેલન યોજાયુ હતુ. આ પ્રસંગે આરએસએસના સહસંઘચાલક ડો.મોહન ભાગવત દ્વારા હજારોની જનમેદનીને સંબોધન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે આપણે કોઈ પણ હોઈએ, કોઈપણ ભાષા બોલતા હોઈએ, કોઈપણ રાજ્યના હોઈએ, ભલે જુદાજુદા ભગવાનને પૂજતા હોઈએ પરંતુ જે ભારત માતાના પુત્ર છે તે હિન્દૂ છે. અને એટલા માટેજ ભારતનું નામ હિન્દુસ્તાન છે. ભાગવતે ધર્માંતરણ મુદ્દે જણાવ્યુ હતુ કે ભારતમાં 300 વર્ષ થી ઈસાઈ બનાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આજદિન સુધી માત્ર 6 ટકા લોકોજ ઈસાઈ બન્યા છે. વધુમાં તેઓએ આજનું વિજ્ઞાન કહે છે કે 40 હજાર વર્ષ પહેલા અખંડ ભારતના રહેવા વાળા પ્રત્યેક નું ડીએનએ સમાન પૂર્વજોનું છે.આપણે હિન્દૂ પૂર્વજોના અવશેષો અને હિન્દૂ સંસ્કૃતિ મુજબ ચાલીયે છે.
આ પ્રસંગે ભારત સેવા સંઘ ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ.પૂ.સ્વામી શ્રી વિશ્વાત્માનંદજી મહારાજ,સહમંત્રી પ.પૂ.સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજ, વાંસદા ના યુવરાજ જયવિરેન્દ્રસિંહજી સોલંકી સહિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થતિ રહ્યા હતા.