Top
Connect Gujarat

વાગરાના વિલાયત ગામે ૪૦ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ

વાગરાના વિલાયત ગામે ૪૦ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ
X

વાગરાના વિલાયત ગ્રામ પંચાયતના નવનિર્માણ પામેલ નવા પંચાયત ઘરને વાગરાના ધારાસભ્યએ ગ્રામજનો માટે ખુલ્લુ મૂક્યું હતું.

ઉદ્યોગ નગરી તરીકે પ્રચલિત થયેલા વાગરા તાલુકાના વિલાયત ગામે રૂપિયા ૪૦ લાખના ખર્ચે આકાર પામેલ અદ્યતન સુવિદ્યાસભર નવા પંચાયત ઘરનું વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ રીબીન કાપી ગ્રામજનોને સમર્પિત કર્યું હતુ.વિલાયત ઔદ્યોગિક વસાહત સ્થિત નેરોલક કંપનીએ રૂપિયા પાંચ લાખનું અનુદાન તેમજ જ્યૂબીલન્ટ હોમ સાયન્સ એ રૂપિયા બે લાખ અને વાગરા ના ધારાસભ્યની રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ઉપરાંત ગ્રામપંચાયત વિલાયતનું સ્વભંડોળ મળી કુલ રૂપિયા ચાલીસ લાખના ખર્ચે નવી પંચાયત બનાવવામાં આવી હતી.

નવનિર્મિત ગ્રામ પંચાયત ને વિધિવત રીતે જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.આ પ્રસંગે વિલાયત ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની કંપનીઓના હોદ્દેદારો અને પદાધિકારીઓ ,વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ ,તલાટી મંડળના સભ્યો તેમજ રાજકીય આગેવાનો ઉપરાંત આસપાસના ગામોના સરપંચો અને વિલાયતના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Next Story
Share it