Connect Gujarat
ગુજરાત

વાગરાની મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું જિલ્લા સમાહર્તાના હસ્તે કરાયું લોકાર્પણ

વાગરાની મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું જિલ્લા સમાહર્તાના હસ્તે કરાયું  લોકાર્પણ
X

વાગરાની મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ જિલ્લા સમાહર્તાના હસ્તે કરવામાં આવ્યુ હતું. કચેરીએ દસ્તાવેજ કરવા આવતા નાગરિકોને હવે વતાનુકુલિત અને આરામદાયક પ્રતિક્ષાખંડનો લાભ મળશે. વાગરા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી વર્ષે સરેરાશ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની રાજ્ય સરકારને ૧૬ કરોડ થી વધુની આવક મળે છે.

વાગરા સબરજીસ્ટ્રાર કચેરી આઝાદી પૂર્વથી જ તાલુકા મથકે કાર્યરત છે.કચેરીમાં સરેરાશ વાર્ષિક ૨૨૦૦ દસ્તાવેજોની નોંધણી થાય છે. જેના થકી સરકારને વાર્ષિક ૧૪ કરોડ થી વધુ સ્ટેમ્પ ડ્યુટી અને બે કરોડથી વધુ નોંધણી ફી મળી કુલ ૧૬ કરોડ થી વધારે આવક મળે છે. કચેરીમાં દસ્તાવેજોની નોંધણી, રેકોર્ડ શોધ, ઈન્ડેક્સ અને દસ્તાવેજની નકલો મેળવવા પ્રતિદિન ૫૦ થી ૧૦૦ પક્ષકારોની અવરજવર રહે છે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ના ડિજિટલ ઇન્ડિયા કન્સેપ્ટને ધ્યાને લઇ ડિજિટલ ટ્રાન્જેકશન દ્ધારા અત્યાર સુધી ૫૪ કેસોમાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની ઓનલાઈન ઇ-ચલણ ભરાવી ડાયરેકટ સાયબર ટ્રેઝરીમાં ૧૩,૭૬,૭૫,૪૦૫/- રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગે નોંધણી પ્રભાગની સબ રજિસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી તરીકે સગવડદાયક બનાવવાના પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી વાગરાની પસંદગી કરવામાં આવી હતી.અંદાજે ૨,૪૫,૦૦૦/-રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલ મોડલ કચેરીનું લોકાર્પણ ગતરોજ સાંજે કલેકટર ડૉ. એમ ડી મોડિયા અને જિલ્લા રજિસ્ટ્રાર ભરૂચના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.લોકાર્પણ પ્રસંગે વાગરા પ્રાંત, નોંધણી નિરીક્ષક ભરૂચ,મામલતદાર, સબ રજિસ્ટ્રાર વાગરા, તાલુકાના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિત પદાધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચેરીના નવીનીકરણ કરવા પાછળ વાગરા સબરજીસ્ટ્રારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story
Share it