Top
Connect Gujarat

વાગરામાં રેલવે ફાટક પાસે વિદ્યાર્થી ભરેલી સ્કૂલવાનને નડયો અકસ્માત, 15 બાળકો ઘાયલ

વાગરામાં રેલવે ફાટક પાસે વિદ્યાર્થી ભરેલી સ્કૂલવાનને નડયો અકસ્માત, 15 બાળકો ઘાયલ
X

વાગરાનાં સાચણ રોડ પર રેલવે ફાટક નજીક સ્કૂલનાં બાળકો થી ખીચોખીચ ભરેલી ખાનગી વાન રોડની સાઈડનાં ખાડામાં પલ્ટી ખાઈ જતા વાનમાં સવાર 15 જેટલા ભુલકાઓને ઈજાઓ થવા પામી હતી.

વાગરા તાલુકાનાં મોસમ ગામનાં રહેવાશી રમેશભાઈ ગોહિલ બાળકોને શાળાએ લાવવા લઇ જવા માટે સ્કૂલ વાનની વર્ધીનો વ્યવસાય કરી રહ્યા છે. જેઓનો ડ્રાઈવર સ્કૂલ વાન લઇ મુલેર, કેસવાણ અને ત્રાકલ એમ ત્રણ ગામના બાળકોને લઇ વાગરા નગરની જ્ઞાનસરિતા સ્કૂલમાં પહોંચાડવા વહેલી સવારે વાગરા તરફ જઈ રહ્યો હતો. તે અરસામાં રેલવે ફાટક નજીક રોડ વચ્ચે કોઈક પ્રાણી આવી જતા તેને બચાવવાની કોશિશ કરતા બાળકોથી ભરેલ વાન રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી હતી.સ્કૂલ વાનમાં સવાર બાળકોએ ચીસાચીસ કરતા રોડ પરથી પસાર થઇ રહેલા વાહન ચાલકોએ વાહન થોભાવી બાળકોને હેમખેમ વાન માંથી બહાર કાઢી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા.

# અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકોની યાદી :-

() ભાવસિંહ પરમાર

() વિશ્વજીતસિંહ નકવાનસિંહ

() આદિત્યકુમાર જીતેન્દ્ર પરમાર

() અનંતાબેન હેમરાજસિંહ રણા

() રુધ્ર હેમરાજસિંહ રણા

() વિશ્વજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મકવાણા

() નાથાબેન ગિરિશ પટેલ

() ભવ્યજીત

() ચાર્મી ધર્મેન્દ્ર શાહ

(૧૦) ભવ્યાની શૈલેન્દ્રસિંહ યાદવ

(૧૧) શિવકુમાર કલ્પેશ ગોહિલ

(૧૨) નિયતિ પ્રમોદ

(૧૩) અનિરુદ્ધ વનરાજસિંહ પરમાર

(૧૪) વૈભવ સંજયભાઈ

(૧૫) આયાજ સોયબ પટેલ

Next Story
Share it