Connect Gujarat
ગુજરાત

વાગરા:૧૯૦ કિલોના લોખંડ સાથે બે ઝડપાયા

વાગરા:૧૯૦ કિલોના લોખંડ સાથે બે ઝડપાયા
X

પોલીસે ૩૩૩૫૦/- રૂપિયા નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વાગરા પોલીસે બાતમીના આધારે લોખંડની પાઇપ અને

પ્લેટો લઈ જતા બે ને ઝડપી પાડયા હતા.વાગરા પોલીસે વાન સહિત ૧૯૦ કિલો લોખંડ કબ્જે

લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસે ચોરીના બનાવો અટકાવવા નાઈટ

પેટ્રોલિંગ ઉપર વિશેષ ભાર મુક્યો છે.ગતરોજ આ.પો.કો કરણસિંહ,ભોપાભાઈ

અને સેતાનસિંહ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતા.એ દરમિયાન ભોપાભાઈને બાતમી મળી હતી

કે સફેદ કલરની વાન જી.જે ૨૩ એચ ૧૮૩૬ માં નાના મોટા લોખંડના પાઇપ લઈને વિલાયત ચોકડી

થી વાગરા તરફ આવી રહી છે.જેને પગલે વાગરા પોલીસ સર્તક થઈ ગઈ હતી.વાગરા સ્થિત

વેરાહી માતાના મંદિર પાસે વોચ ગોઠવી હતી.જયાં વાન આવતા તેને અટકાવી પંચો રૂબરૂ ચેક

કરતા લોખંડની પાઇપો,લોખંડના જેક અને પાઇપો મળી આવી હતી.

જે બાબતે વાન ના ડ્રાઇવર અને બાજુની સીટ ઉપર

બેસેલ વ્યક્તિની પૂછતાછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.વાગરા પોલીસે

ડ્રાઇવર સાગીર હુસેન ઉર્ફ જાવીદ સલીમભાઈ શેખ રહે વાંટા ફળિયુ,વાગરા તેમજ વાનમાં બેઠેલ અન્ય ઈસમ

રણજીત ભગુભાઈ રાઠોડ, રહે નવી નગરી વાગરાનાઓની ૪૧(૧) ડી મુજબ

કાર્યવાહી કરી હતી.પોલીસે એક મોબાઈલ,૧૯૦ કિલો લોખંડ અને વાન

મળી કુલ ૩૩૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Next Story
Share it