વાગરા ખાતે કોંગ્રેસ દ્વારા બે જિલ્લા પંચાયત બેઠકનાં 57 બુથની ટ્રેનિંગ યોજાઈ

New Update

વાગરા ખાતે કોંગ્રેસ દ્વારા બુથ પ્રભારીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. બે જિલ્લા પંચાયતના બુથ કાર્યકરોને તજજ્ઞનોએ કોંગ્રેસ પાર્ટીની પ્રજાલક્ષી નીતિ અને વહીવટી વિશેષતાઓની સમજ આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે, તેમ રાજનીતિક ગતિવિધિ તેજ બનતી જાય છે. બંને પાર્ટી પોતાના કાર્યકરોમાં ઉત્સાહનુ સિંચન કરવા અવનવા પ્રોગ્રામ કરી રહી છે.

publive-image

વાગરા તાલુકા કોંગ્રેસે બેરોજગાર યુવાનોની નોંધણી જુંબેશ કરવા સાથે જિલ્લા પંચાયતની વાગરા અને વિલાયત બેઠકના 57 બુથ પ્રભારીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ટ્રેનર મહારાષ્ટ્રના અતુલ લોન્ડે, ડો. જીસાન, રજનીકાંત કાંધ અને ઇરફાન પઠાણે વિશેષ તાલીમ આપી હતી.

publive-image

વર્તમાન સરકારની પ્રજા વિરોધી નીતિઓથી અવગત કર્યા હતા.તેમજ કોંગ્રેસ પાર્ટીની પ્રજાલક્ષી આયોજન સાથે વહીવટી વિશેષતાઓની વિશેષ તાલીમ આપી હતી. આ તબક્કે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારના ખરાબ વહીવટની સામે કોંગ્રેસની સરકારનું રાજ લોકોના હિતમાં હતુ અને તેના આંકડાકીય પુરાવાઓ ઉપસ્થિત બુથ પ્રભારીઓને આપવામાં આવ્યા હતા. બુથ પ્રભારીઓએ પોતાના મનમાં મુંઝવતા પ્રશ્નો તજજ્ઞોને પૂછી સંતોષકારક જવાબ મેળવ્યા હતા.

ટ્રેનિંગ કેમ્પમાં બંને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો,સરપંચો સહિત તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં બુથ પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.