Connect Gujarat

વાગરા : જવેલર્સની દુકાનમાં પાછળના ભાગે બકોરૂ પાડી 50 હજારની ચોરી

વાગરા : જવેલર્સની દુકાનમાં પાછળના ભાગે બકોરૂ પાડી 50 હજારની ચોરી
X

વાગરામાં આવેલી જવેલર્સની દુકાનના પાછળના ભાગે બકોરૂ પાડી અંદર પ્રવેશેલા તસ્કરો 50 હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

વાગરાના એસ.ટી બસ નજીક આવેલ હર સિદ્ધિ જ્વેલર્સની દુકાનમાં ગતરાત્રીના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. દુકાનની પાછળ આવેલી દીવાલને નાનકડું બકોરૂ પાડી તસ્કર અંદર પ્રવેશ્યો હતો. તેણે દુકાનમાં પ્રવેશતાની સાથે સીસીટીવી કેમેરાને ઉંચો કરી દીધો હતો. દુકાનમાં ખાખાખોળા કરી તસ્કર સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી અંદાજે 50 હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. તસ્કર સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઇ ગયો હોવાથી જાણભેદુ હોવાની શકયતાઓ પ્રબળ બની છે. બનાવ સંદર્ભમાં દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે

Next Story
Share it