વાગરા તાલુકા પંચાયતના કર્મચારની કામગીરીમાં દખલ કરનાર ઇસમને ભારે પડયુ હતુ. સરકારી કામમાં દખલ કરવા અને કર્મચારીને જાતિ વિષયક શબ્દો બોલવા બદલ વાગરા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.છાશવારે સરકારી કર્મીઓ સામે બાખડી પડતા લોકોએ ચેતવુ પડશે.
સરકારી કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન કેટલાક રાજકારણીઓ અને પ્રજામાં રહેલા દૂષિત તત્વનો ભોગ બનતા હોય છે. સરકારી નોકરી હોવાને કારણે મોતભાગના કર્મીઓ પોલીસ ફરિયાદથી દૂર રહે છે.જ્યારે કંટાળીને છેવટે અમુક કર્મચારીઓ પોલીસ ફરિયાદનો સહારો લેતા હોય છે.
આવીજ એક ઘટના વાગરા તાલુકા પંચાયતમાં બનતા ચકચાર મચી જવા પામી હતી.ગત ૨૫મી સપ્ટેમ્બરની સાંજે ખેતવાડી શાખામાં ઓરા ગામના યુવરાજસિંહ રણજીતસિંહ રણા ગયા હતા.યુવરાજસિંહ ગ્રામસેવકને ખેતીના પાકને થયેલ નુકશાન બાબતના ફોર્મમાં બાકી રહી ગયેલા કાગળો આપવા મેં ફોન કરેલ તે કેમ ઉપાડયો નહીં.એક આદિવાસી થઈ તું મને શું સમજે છે??તેમ કહી ફરિયાદીને ખરાબ ગાળો આપી જાતિવિષયક અપશબ્દો બોલી ઢીકા પાટુનો માર માર્યો હતો.
ફરિયાદીની કાયદેસરની રાજ્યસેવક તરીકેની ફરજમાં અડચણ ઉભી કરી હતી.જે સામે ગ્રામસેવક ધર્માંભાઈ ફુલાભાઈ બંગડીયાએ વાગરા પોલીસ મથકે એટ્રોસિટી અને સરકારી કામમાં દખલ કરવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ઇપીકો કલમ ૧૮૬,૩૨૩, ૩૩૨,૫૦૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર),એસ,૩(૨)(૫-એ) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.