Top
Connect Gujarat

વાગરા પોલીસ દ્વારા ચાંચવેલના મુસ્તાક પઠાણને ચાર જિલ્લામાંથી હદપાર કરાયો

વાગરા પોલીસ દ્વારા ચાંચવેલના મુસ્તાક પઠાણને ચાર જિલ્લામાંથી હદપાર કરાયો
X

પંથકના ગુનેગાર આલમમમાં ખોફ ફેલાયો

લોકસભાની ચૂંટણીની પગલે પોલીસે ગુનાખોરી વૃત્તિ ધરાવતા લોકો ઉપર ભીંસ વધારી દીધી છે.જેને પગલે ગુનેગાર આલમમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો હતો.વાગરા પોલીસે ચાંચવેલના એક ઈસમને ચાર જિલ્લામાંથી હદપાર કરતા પંથકમાં ખળભરાટ મચી જવા પામ્યો છે.

ભારતભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ એ માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે.વિસ્તારનું વાતવરણ દૂષિત ન થાય એ માટે હિસ્ટ્રીસીટર, માથાભારે અને અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે સખત પગલાં લેતા ગુનેગારવૃત્તિ ધરાવતા લોકોમાં રિતસરનો ભય વ્યાપી ગયો છે.

વાગરા પોલીસે ચાંચવેલ ગામના મુસ્તાક મુસા મહમદ પઠાણ વિરુદ્ધમાં એટ્રોસિટી,છેડતી,મારામારી જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ હોય જેની ખાનગી રહે તપાસ વાગરા પોસઇ જે.કે.ડાંગરે કરાવી આરોપી મુસ્તાક વિરુદ્ધ ૧૫/૦૪/૧૯ ના રોજ હદપાર દરખાસ્ત નં. ૩/૧૯ કરવામાં આવેલ હતી. જે આધારે સબડીવીઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચે ૨૦/૦૪/૧૯ ના હુકમને આધારે સદર આરોપીને ભરૂચ,નર્મદા, વડોદરા,સુરત શહેર અને જિલ્લાઓની હદમાંથી છ મહિના માટે હદપાર કરવામાં આવ્યો છે.જેને પગલે વાગરા પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story
Share it