Connect Gujarat
ગુજરાત

વાઘોડિયાના ગણેશપુરા ગામમાંથી ૭ ફુટ લાંબો અજગર ઝડપાયો

વાઘોડિયાના ગણેશપુરા ગામમાંથી ૭ ફુટ લાંબો અજગર ઝડપાયો
X

વડોદરાના વાઘોડિયા તાલુકાનાના ગણેશ પુરા ગામના કોતરમાં આશરે સાત ફુટ લાંબા મહાકાય અજગરે દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અજગર દેખાયાની જાણ ફોરેસ્ટ વીંભા આવતા ફોરેસ્ટ વિભાગના જે.પી.મકવાણા તેમજ કશ્યપ પટેલ પોતાની ટીમ સાથે ગણેશ પુરા ગામે જઈ રેસ્ક્યૂની કવાયત હાથ ધરી હતી.

વન વિભાગની ટીમે અજગરને કુનેહપૂર્વક ઝડપી પાડી વેડપૂરના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. અજગર ઝડપાઇ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અજગર દેખાયાની જાણ વાયુવેગે પ્રસરતા મહાકાય અજગરને નિહાળવા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

Next Story