Connect Gujarat
ગુજરાત

વાઘોડિયાના ભણીયારા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત

વાઘોડિયાના ભણીયારા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત
X

વડોદરા-હાલોલ હાઈવે પર માર્ગ પર લટાર મારવા આવેલા દિપડાને કોઇ અજાણ્યા વાહને અડફેટે લેતા દિપડાનું કરૂણ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના ભણીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે એક દીપડાને અકસ્માત નડતા દિપડાને થયેલી ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ દિપડાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલા માસથી વાઘોડિયા તાલુકામાં હીંસક પ્રાણીઓનો ત્રાસ વધી ગયો હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. રાત્રે માર્ગ પર ચડી આવતા કરૂણ ઘટના સર્જાઇ હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગની એક ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી દિપડા મૃતદેહનો કબ્જો મેળવી દિપડાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે દિપડાને જોવા ઉમટી પડ્યા હતા.

Next Story
Share it