Top
Connect Gujarat

વાઘોડિયા : મગનપુરા ગામે માસુમ ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનાર નરાધમની થઇ ધરપકડ

વાઘોડિયા : મગનપુરા ગામે માસુમ ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનાર નરાધમની થઇ  ધરપકડ
X

વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતેના ગોરજ મુનિ સેવાશ્રમ સંચાલિત એકલવ્ય સ્કૂલના ચાલી રહેલા બાંધકામ સ્થળ પાસેથી આઠ વર્ષની માસૂમ બાળકીનું શુક્રવારે મધરાતે અપહરણ કરી નરાધમે તેના ઉપર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી મૃતદેહને નજીકના ખેતરમાં ફંગોળી દેવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વાઘોડિયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

એકલવ્ય સ્કૂલના બાંધકામ માટે છોટાઉદેપુર તરફના તથા મધ્યપ્રદેશ તરફના શ્રમજીવીઓ પોતાના પરિવારો સાથે મજૂરી કામ માટે આવ્યા હતા જ્યારે મજુરો અંદર-અંદર લડ્યા હતા ત્યારે મજૂરી કરવા મધ્યપ્રદેશના જાંબુઆથી આવેલી એક મહિલા ઝઘડો જોવા ગઈ હતી તેના ત્રણ સંતાનો રાત્રી દરમિયાન સૂઈ રહ્યા હતા ઝઘડો જોઈને પરત આવી ત્યારે તે મહીલાની આઠ વર્ષીય દીકરી ત્યાં ન હતી જેથી એ મહિલાએ આસપાસ તપાસ કરી હતી આખરે બાળકી ન મળતા વાઘોડિયા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.

જેના પગલે વાઘોડિયા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા નજીકના એક ખેતરમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં એસ પી, ડિ વાય એસ પી, એલ સી બી તથા જિલ્લા પોલીસ તેમજ વાઘોડિયા પોસઇ રાહુલજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાનું રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું તથા બાળકીનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનો અહેવાલ મળતા તાત્કાલિક આ વિસ્તારના મજૂરોની પોલીસે કડકાઇથી પૂછપરછ શરૂ કરી દીધી હતી.

જેમાં પાવીજેતપુરના કદવાલ ખાતે રહેતો સંજય છત્રસિંહ બારીયા નામના યુવાનની સંડોવણી છતી થઇ હતી. પોલીસે તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. જ્યારે મજૂરો અંદર અંદર લડ્યા હતા તે સમયે આ યુવાને છળકપટ કરી પોતાના બદઇરાદા સંતોષવા બાળકીની માતા પાસે પહોંચી એ મહિલાને કહ્યું કે ભાભી તમારાવાળા લડ્યા છે તેમ કહીને મહીલાને ત્યાંથી મોકલી દીધી હતી ત્યારબાદ બાળકીનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Next Story
Share it