Top
Connect Gujarat

વારે વારે જોવાનું મન થાય એવી ફિલ્મ : રેવા

વારે વારે જોવાનું મન થાય એવી ફિલ્મ : રેવા
X

શ્રવણ વિદ્યાધામનનાં શ્રી વૈભવ બિનેવાલાને સૌ પ્રથમ લાખ લાખ અભિનંદન. ભરૂચ શહેરનાં સિનેમાજગતનાં ઈતિહાસમાં પ્રથમ વખત બ્લુ ચિપ મલ્ટીપ્લેક્ષમાં “રેવા” ફિલ્મનો એક શો રવિવારે સવારે ૧૧:૩૦ કલાકનાં બુક કરવો, શ્રવણ શાળા પરિવાર ઉપરાંત સિનેમા, પત્રકારિત્વ, સાહિત્ય, સંગીત, કલાપ્રેમીઓને સમયસર નિ:શુલ્ક પ્રવેશપાસ મોકલવા, ભલે ! વૈભવભાઈ “રેવા” ફિલ્મનાં સહ દિગ્દર્શક હોય, નાનકડી ભૂમિકા કરી હોય કલાકારો, મિત્રો હોય પણ આતો મની મેટર. એડવાન્સમાં પૈસાનું રોકાણ વળતરની અપેક્ષા રહિતનું. સલામ ! દોસ્ત વૈભવ

હવે વાત કરીએ “રેવા”ની. “રેવા” એટલે આપણા સૌની નર્મદા માત્ર ટ્રેલર જોઈને લેખિકા કાજલ ઓઝા વૈદ્ય એમ કહે હું આ ફિલ્મ જોઈશ, મુંબઈ નિવાસી લેખિકા ગીતા માણેક સરસ મઝાનો લેખ લખે. “રેવા” પછી નહી કહેતા કે ગુજરાતમાં સારી ફિલ્મ નથી બનતી...

ચિત્રલેખા, કોક્ટેલ જિંદગીનાં ફિલ્મ વિશ્લેશક શિશિર રમાવત “રેવા” તમે જોઈ એવું લખી ? પ્રશ્નાર્થ કર્યો. ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે. ચૈત્ર વદ અમાસને સોમવાર તારીખ ૧૬મી એ પૂર્ણ થશે એ ગાળામાં આ ફિલ્મ આવી જે પરિક્રમાવાસીઓને પસંદ પડશે જ, કેવો યોગાનુયોગ. ડો.ભદ્રાયુ વછરાજાનીએ લખ્યું રેવા ગુજરાતની લોકમાતાની આરતી છે.

નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ યુવાનીમાં એકાદ ફિલ્મ જોઈ હશે ! એમની પાસે મેં વચન લીધું છે કે ઉત્તરવાહિની પતે એટલે આપણે સાથે “રેવા” જોવા જઈશુ. સાથે હસમુખભાઈ મૈસુરિયાને સાથે લઈશું હસમુખભાઈ જે યોગાનંદ આશ્રમ જ્યાંથી, પરિક્રમા શુભારંભ થાય છે તેના સર્વેસવા છે.

ડો.મયૂરી અદ્રોજાએ કહ્યું, “આ ફિલ્મ સંસ્કૃતમાં ડબિંગ થવી જોઈએ”

“રેવા” ફિલ્મની કેટલીક ઝલક :

 • ઈસ દેશમેં રિઝર્વેશન ક્વોટામેં મેડિકલમેં એડમિશન મિલતા હૈ, રેલવેમેં નહિ.
 • નદી રક્ષા કરે કે ડુબાડે એ તો જેવી જેની ભાવના.
 • “કાળો ઘમ્મરિયાળો જામો પહેર્યા કાળા કાનને યુ ટ્યુબ પરથી સર્ચ કરીને શોધેલુ જે ભરૂચ શિવરંજની ગ્રુપના પ્રણેતા”, શ્રી માતંગી ધીમંત ઓઝાએ ગાયેલું હતું. જેની “રેવા”ના કલાકારોએ નોંધ લીધી.
 • બીત્તુ બંગા : બે જોડિયા ભાઈઓ. એક બીત્તુ બીજો બંગા. બન્નેની વેશભૂષા એક સરખી. આદિવાસીઓ પહેરે એવા શર્ટ લીલા, પીળા, કેસરી, ગુલાબી રંગના. બન્ને સાવ અભણ પણ એન્જીનીયરને ટક્કર મારે એવી એમનામાં આવડત જે ફિલ્મમાં અનેકવાર પ્રસ્તુત કરવામાં આવી.
 • એક અનુભવ હોય છે બીજુ અનુમાન. બન્ને ભિન્ન છે, અલગ છે. અનુભવ થાય એટલે સમજાય, સમજણ આવે. અનુમાન, તરંગ તુક્કો, તર્ક પર નિર્ભર છે.
 • આદિવાસીઓનું જીવનમાં બદલાવ લાવવાનું કામ કોઈ ન કરી શકે, કરી શકીએ એટલુ જ કે જીવન સુધારી શકીએ. એમને પ્રાથમિક સુવિધા માટે માઈલોના માઈલો રખડવું પડે, એ એમને ગામમાં મળે.
 • કાલેવાલી મા, આ પાત્ર રહસ્ય સર્જે છે. એ માટે “રેવા” જોવી અનિવાર્ય.
 • આ દેશ બે અંતોમો વચ્ચે ચાલી રહ્યો છે. એક તરફ વૈજ્ઞાનિક પ્રગતિ બીજુ આજુબાજુ ધર્મ જે સર્જે છે અંધશ્રદ્ધા ના ખડકલા, જેને ચલાવનારાની આજીવિકા છે એટલે એના સકંજા માંથી નિકળવું મુશ્કેલ છે ‘પાપ-પુણ્ય’ ભલભલાના બે હાથ જોડી માનતા કે બાધા લેતા કરી દે !
 • જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં એમને રસ નથી. શિક્ષક, પ્રોફેસર, ડોક્ટર, એન્જીનીયર કોઈને નહિ.
 • પરિક્રમા કરવાથી શું મળે ? ડુ ઈટ યુ બિલિવ, કરો, અનુભવો, અવર્ણનીય, અદ્ભૂત અનુભૂતિ થશે. - વૈભવ બિનીવાલે
 • અમૃતલાલ વેગડને ટાઈટલમાં ટ્રીબ્યુટ આપી એ ફિલમના સર્જકોએ કરેલું રીસર્ચ બતાવે છે.
 • જંગલમાં રહેતી પ્રજા શ્વાસ લેતા બીજાનો વિચાર કરે એ છે આદિવાસી.
 • શહેરી પ્રજા શ્વાસ લેવા માટે શુદ્ધ હવા જ ક્યાં બચી છે ?
 • નર્મદા કોઈને બાંધતી નથી, મુક્ત વહે છે, મુક્તિ આપે છે.
 • પરમેશ્વરનું મન એટલુ નાનું નથી કે બાધા પૂરી ન કરો તો શિક્ષા આપે.
 • પ્રોડ્યુસર : પરેશ વોરા

કરણ : ચેતન ધાનાની

ગંડૂ ફકીર : દયાશંકર પાંડે

શાસ્ત્રી : યતિન

ગુપ્તાજી : પ્રશાંત બારોટ

બિત્તુબંગા : અભિનય બેંકર

એડિટર, રાઈટર દિગ્દર્શક : રાહુલ ભોલે, વિનીત કનોજિયા,

ફિરોઝ ભગત, મુનિઝા, મનોજ શાહ મહેમાન કલાકાર છે.

સહદિગ્દર્શક : વૈભવ બિનીવાલા

સામુદ્રાંન્તિકે, અકૂપાર જેવી અલગ વિષય પર જકડી રાખનારી નવલકથાના સર્જક ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ (તે તું જ છે) પરથી ફિલ્મ આધ્યાત્મ તરફ પ્રયાણ, એક યુવાનનું જે અમેરિકામાં ઉછરેલો છે, વેસ્ટર્ન કલ્ચર રગેરગમાં છે એને મા નર્મદાની પરિક્રમા કરવાની પહેલી ફરજ પડે, પછી જીજ્ઞાસા જાગે અને આખરે સાક્ષાત્કાર પામે.

 • નર્મદા કિનારે આવેલા આશ્રમો, મંદિરો ત્યાંના લોકો, પ્રજા, ઉત્સવો, માન્યતાઓ સાથે કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર ‘રોઝ ઈઝ રોઝ’ દર્શાવવું અને દર્શકને એની અનુભૂતિ કરાવવી એજ મહત્વની છે.
 • માજી. સાંસદ ભરતસિંહ પરમારને ખાત્રી આપી કે આ ફિલ્મના પ્રસાર, પ્રચાર માટે અને નર્મદાની વર્તમાન પાણીની સમસ્યા માટે જે સ્તરે વાત કરવાની હશે તે કરીશું મંત્રી શ્રી નીતિન પટેલ, માન મુખ્યમંત્રી રૂપાણીજી કે નમો સુધી રજૂઆત કરીશું.
 • માજી. મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ફિલ્મના વખાણ કર્યા અને કસ્તૂરબા આશ્રમમાં ‘નર્મદા આશ્રમ’ જોઈ આનંદ, સંતોષ વ્યક્ત કર્યો હતો.
 • કિર્તીદાન ગઢવીએ ‘દિવસે તું નર્મદા, રાતે મા રેવા ખળખળ વહેતું તારું પાણી નિર્મળ’
 • અદભૂત દ્રશ્ય ! નર્મદા માતાને, નદીને ચૂંદડી ચઢાવવાનું, નર્મદા નદીના ઘાટનું શુટીંગ, કેમેરા ટેકનીક અદ્ભૂત છે.
 • સંગીત અમર ખોંધા, જરાપણ ઘોંઘાટ નહિ, કર્ણપ્રિય, દ્રશ્ય, સંવાદ, અભિનયને સુમેળ પડે.
 • ડો.મીનલ દવે ફિલ્મ જોઈ છૂટા પડતા એક વાક્ય બોલ્યા ગુજરાતી ફિલ્મમાં આટલું સરસ ઓડિયન્સ એકસાથે બેસીને ફિલ્મ માણે એ ભરૂચનો સૌ પ્રથમ મારો અનુભવ જે હંમેશા અંકબંધ રહેશે, થેન્કસ્ ટુ વૈભવ એન્ડ ઈઝ ટીમ રેવા.

Next Story
Share it