Connect Gujarat
ગુજરાત

વાલિયાના પથ્થરિયા-મતીપરાના પુલ પર પડ્યો ભુવો

વાલિયાના પથ્થરિયા-મતીપરાના પુલ પર પડ્યો ભુવો
X

વાલિયા તાલુકાના પથ્થરિયાથી મતીપરા ગામને જોડતા પુલ ઉપર ભુવો પડતા રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

હાલ ચોમાસામાં વરસેલ ભારે વરસાદને પગલે વાલિયા તાલુકાના પથ્થરિયાથી મતીપરા ગામને જોડતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળતા પુલ પર ભુવો પડતી ગયો હતો. આ ભુવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

આ અંગે અનેક વાર ગ્રામજનોએ રજુઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નહિ ભરતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ત્વરિત આ બાબતે યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.

Next Story
Share it