Top
Connect Gujarat

વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ પદે જેડીયુનાં રવિશંકર વસાવાની બિનહરીફ વરણી

વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ પદે જેડીયુનાં રવિશંકર વસાવાની બિનહરીફ વરણી
X

વાલિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરતા જેડીયુનાં જ ઉમેદવારનો વિજય થયો હતો.

ભરુચ જિલ્લાનાં વાલિયા તાલુકા પંચાયતમાં લગભગ આઠેક મહિના પૂર્વે પ્રમુખ પદે રાજુભાઇ વસાવા રહ્યા હતા. જોકે તેઓ સામે અવિશ્વાસની દરખાસ્તની અરજી કરાયા બાદ તેઓએ થોડા દિવસોમાં રાજીનામું ભરુચ જિલ્લા પંચાયતમાં આપ્યું હતુ, તેનો સ્વીકારી લેવામાં આવ્યુ હતુ.ત્યારબાદ પ્રમુખ પદનો ચાર્જ ઉપપ્રમુખ મહમદભાઈને સોંપવામાં આવ્યો હતો.

જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે દ્વારા વાલિયા તાલુકા પંચાયતના નવા પ્રમુખ માટે ચૂંટણી રાખવામાં આવી હતી. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પ્રમુખ પદ માટે રવિશંકર જામોલભાઈ વસાવાનું ફોર્મ દરખાસ્ત સભ્ય શિવરામ રામસિંગ વાસવાએ તાલુકા પંચાયત કચેરીમાં સુપ્રત કર્યુ હતુ.

ઉમેદવારીનાં સમયે જિલ્લા પંચાયતનાં જેડીયુના ઉપપ્રમુખ અનિલ ભગત અને માજી ધારાસભ્ય મહેશ વસવાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં માત્ર એક જ ફોર્મ ભરવામાં આવ્યું હતુ.

વાલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે વાલિયા તાલુકા વિકાસ અધિકારી તથા ચૂંટણી નિરીક્ષકની ઉપસ્થિતિમાં એક ઉમેદવાર રવિશંકર વસાવાની પ્રમુખ પદે તથા મહમદભાઈશાહની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.

Next Story
Share it