Connect Gujarat
ગુજરાત

વાલિયા યુથ પાવરના આગેવાનોએ આદીવાસી બાળકને આર્થીક મદદ કરવા સાથે સમાજને કરી દાનની અપીલ

વાલિયા યુથ પાવરના આગેવાનોએ આદીવાસી બાળકને આર્થીક મદદ કરવા સાથે સમાજને કરી દાનની અપીલ
X

વાલિયા યુથ પાવરના આગેવાનોએ વાંસદા તાલુકાના ઉપસર ગામના જરૂરિયાતમંદ આદિવાસી બાળકને આર્થીક મદદ કરી આદિવાસી સમાજના લોકોને આગળ આવવા અપીલ કરી હતી.

વાંસદા તાલુકાના ઉપસર ગામે અંધ પિતાએ પોતાના એસ.એસ.સી પાસ પુત્રના આગળના અભ્યાસ માટે ત્રણ દિવસ પહેલા પોતાની કિડની વેચવાની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરી હતી આ પોસ્ટ વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા અને ટીમના સભ્યોના ધ્યાન પર આવતા આખી ટીમ તાત્કાલિક વાંસદા તાલુકાના ઉપસર ગામે દોડી ગયા હતા અને બાળકના પરિવારજનોને રોકડા રૂપિયા ૧૫ હજારની સહાય કરી તેઓના આગળના અભ્યાસ માટે મદદ કરવા જણાવ્યું હતું વાલિયા તાલુકાના આદિવાસી યુવાનોની મદદને પગલે બાળકના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આદિવાસી યુવાનોની મદદને પગલે ઉપસર ગામના લોકોએ બિરદાવી હતી આ પ્રસંગે યુથ પાવરના આગેવાને આર્થીક રીતે અક્ષમ આદિવાસી યુવાનોના આગળના અભ્યાસ માટે સહાય કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે નવસારી જિલ્લાના આગેવાન પંકજ પટેલ,વિનય વસાવા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it