વાલીયા : અવધુત પરિવાર દ્વારા 20 થી 23 દરમિયાન જ્ઞાનયજ્ઞ, આયોજન અંગે મળેલી બેઠક

New Update
વાલીયા : અવધુત પરિવાર દ્વારા 20 થી 23 દરમિયાન જ્ઞાનયજ્ઞ, આયોજન અંગે મળેલી બેઠક

વાલીયા ખાતે અવધૂત પરિવાર દ્વારા વાલિયા ખાતે 20 થી 23 ઓકટોબર દરમિયાન "અવધૂતની નવધા ભક્તિ" જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેના સંદર્ભમાં વાલીયા ખાતે રંગ અવધુત પરિવારના અનુયાયીઓની બેઠક મળી હતી. બેઠકમાં વાલીયા કોસંબા માંગરોળ અંકલેશ્વર ઝઘડિયા નેત્રંગ તેમજ ભરૂચ તાલુકા ના સુધી આ વિસ્તારમાંથી અવધૂત પરિવારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

નારેશ્વર સ્થિત પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજએ ગુજરાતી ભાષામાં વેદ ઉપનિષદ ના ગહન રહસ્યોને પ્રગટ કરતી અનેક રચનાઓ રચી છે. વાલીયા વિભાગ અવધૂત પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષોથી રંગ અવધૂત મહારાજ રચિત સાહિત્યમાંથી કોઈક એક ભજન અથવા સ્તોત્રની સાચી સમજ પ્રાપ્ત થાય તે અર્થે જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ ખાતે આવેલા પરમ પ્રમાણ દર્શનના આચાર્ય પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી વાલિયામાં ઉપસ્થિત રહી રચનાઓના હાર્દ ને સમજાવે છે.

આ વર્ષે આગામી તારીખ 20 ઓક્ટોબરથી 23 દરમિયાન સાંજે 6.30 થી 7.45 દરમ્યાન વાલિયા ખાતે રંગ ઉપવનમાં રંગ અવધૂત મહારાજ રચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આધારિત "અવધૂત ની નવધા ભક્તિ" વિષય ઉપર જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અવધૂત પરિવાર દ્વારા યોજાતા આ અનોખા કાર્યક્રમમાં હજારો લોકો અવધૂતી સાહિત્યનું પારાયણ કરે છે એટલું જ નહીં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી વૈદિક સંસ્કૃતિના હાર્દસમા અવધૂતી સાહિત્યને સમજવાનો એક અભિનવ પ્રયત્ન વાલિયાના અવધૂત પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Latest Stories