વાવાઝોડું ઓમાન તરફ પરંતુ ત્યાંના લોકો ચિંતા મુક્ત:વાતાવરણ સામાન્ય

125
  • ઓમાનના વિવિધ શહેરોમાં ‘વાયુ’ વાવાઝોડાનો પ્રકોપ નહિવત
  • રૂવી, ફિલિમ, સદાહ, તકાહ, મીરાબત જેવા શહેરોમાં પણ વાતાવરણ શાંત
  • ‘વાયુ’ વાવાઝોડુ પણ અરબી સમુદ્રના જળમાં સમાઈ તેવી શક્યતા.

ગત મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાને ત્રાટકવાના અંદેશા બાદ વહેલી સવારથી વાયુએ દિશા બદલી હતી. પરંતુ વાવાઝોડાને પગલે ઘનીખરી અસર જોવાઈ રહી છે. બપોર બાદ વાતાવરણને લઈને વાયુ વાવાઝોડું વેરાવળથી ૨૦૦ કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું હતું. જેથી ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ શરૂ થયો હતો, સાથે સાથે દરિયામાં હાઈ ટાઈડ જોવા મળી રહ્યા હતા. પરંતુ આગામીતા. ૧૫ જૂન સુધી વાવાઝોડાનો ખતરો રહે તેમ લાગી રહ્યું છે.

બીજી તરફ જોવા જઈએ તો સલ્તનત ઓફ મસ્કતના ઓમાન અને તેની નજીક આવેલ કોમર્શિયલ હબ ધરાવતું શહેર રૂવી, અલ ઘૂબૂર, કમ અલ અલામ જેવા વિવિધ શહેરોમાં દિવસભર તેમજ રાત્રિ દરમિયાન ‘વાયુ’વાવાઝોડાનો પ્રકોપ જોવા મળ્યો ન હતો. તેમજ ઓમાન એરપોર્ટ રોડ, રૂવી શહેર તથા અરબી સમુદ્રના કિનારે વસેલ લાકબી, રાસ મદ્રાકાહ, ડક્મ, અલ-ખાલુફ, ફિલિમ, સદાહ, તકાહ, મીરાબત જેવા શહેરોમાં પણ વાતાવરણ શાંત રહ્યું નજરે જોવા મળ્યું હતું.

હાલ પૂરતું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અગાઉ ગુજરાતમાં સંકટ લઈને આવેલ વિવિધ વાવાઝોડાઓની જેમ ‘વાયુ’ વાવાઝોડુ પણ અરબી સમુદ્રના જળમાં સમાઈ શકે છે.

LEAVE A REPLY