Connect Gujarat
ગુજરાત

વિકાસની હરણફાળ ભરતા શહેરોમાં સુરત અગ્રેસર, રાજકોટ પાછળ ધકેલાયું

વિકાસની હરણફાળ ભરતા શહેરોમાં સુરત અગ્રેસર, રાજકોટ પાછળ ધકેલાયું
X

ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા જારી કરાયેલી યાદીમાં ભારતનાં 17 શહેરો સામેલ

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા 20 શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતના 17 શહેરોનો સમાવેશ થાય છે. આ 17માં સુરત સૌથી મોખરે છે. જ્યારે રાજકોટ સાતમા સ્થાને સામેલ છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના એક રિપોર્ટમાં આ બાબતોની જાણકારી આપવામાં આવી છે. '2035 સુધી ભારતીય શહેરોનો કુલ જીડીપી ચીનની સરખામણીએ હજુ પણ ઘણી ઓછી હોવાનું પણ રિપોર્ટમાં સામે આઆવ્યું છે.

જીડીપી ગ્રોથની સરખામણીએ ભારતીય શહેરોનો દેખાવ સૌથી સારો રહેશે તેવું પણ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનાં રિપોર્ટમાં જણાવાયું છે. વિશ્વમાં 2019થી 2035 દરમિયાન સૌથી ઝડપથી વિકસતા ટોચના 20 શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 17 તો ભારતીય શહેરો હશે' તેમ રિપોર્ટમાં ઉમેરાયું છે.

એશિયાના શહેરોનો એકંદરે વિકાસ દર પહેલી વખત 2027માં ઉત્તરી અમેરિકા અને યૂરોપના તમામ શહેરના સંયુક્ત જીડીપીથી વધી જશે તેમ રિપોર્ટમાં ઉમેરાયું છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે સુરત 2019 થી 2035 વચ્ચે 9.2 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરીને સૌથી મોખરે રહેશે. ત્યાર પછીના ક્રમે આગરા, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપ્પુર, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નઇ અને વિજયવાડા રહેશે. તો ભારતની બહાર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર કમ્બોડિયાની રાજધાની પ્નોમ પેન્હ રહેશે. 2035 સુધી તેનો વિકાસ દર સરેરાશ 8.1 ટકા રહેશે.

Next Story