અમરેલી જિલ્લા શિક્ષણ કચેરીએ વિદ્યાર્થીઓના ધરણા

જિલ્લા શિક્ષણ કચેરીએ રામધૂન થઈ ચાલુ, જિલ્લા શિક્ષણાધિકારીએ ત્વરિત બન્ને શિક્ષિકાઓની કરી બદલી

અમરેલીના ખડ ખંભાલીયામાં છેલા એક અઠવાડિયાથી પ્રાથમીક શાળાને તાળાબંધી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડ્યો છે બે શિક્ષિકાઓની અનિયમિતતાને કારણે આજે વિદ્યાર્થીઓ ટ્રેકટરમાં જિલ્લા શિક્ષણ કચેરીએ ભણવા પહોંચતા અમરેલી જિલ્લાના શિક્ષણ તંત્ર પર કાળી ટીલી સમાનની ઘટના બનવા પામી છે.

આ છે અમરેલી જિલ્લા શિક્ષણ તંત્રની કચેરી.આ કચેરી માં ટ્રેકટર પર વિદ્યાર્થીઓ ખંભે સ્કૂલ બેગ લઈને ભણવા પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓ છે અમરેલીના ખડ ખંભાલીયાના ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ ખડ ખંભાલીયામાં વર્ષોથી બે શિક્ષિકાઓ અનિયમિત સ્કૂલે આવતી હોવાથી એક અઠવાડિયા પહેલા સરપંચને સ્થાનિકો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો. પણ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ માટે શિક્ષિકાઓ પ્રત્યે ઉદારનીતિ દાખવતા એક અઠવાડિયા થી ભણતર વિના કંટાળેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જિલ્લા શિક્ષણ કચેરીએ ઘેરાવ કરીને શિક્ષણ કચેરીએ ભણવા બેસી ગયા હતા અને પ્રાર્થના કરીને ભણતરના પાઠ શરૂ કર્યા હતા.

જિલ્લા શિક્ષણ કચેરીએ ભણવા પહોંચેલા વિદ્યાર્થીઓ ભણવા બેસી ગયા પણ જિલ્લા શિક્ષણાધિકારીની ચેમ્બરમાં તાળા હતા અને કચેરીની ઓસરીમાં ભણવા બેસેલા વિદ્યાર્થીઓ સાથે વાલી પણ જ્યાં સુધી બન્ને અનિયમિત શિક્ષિકાઓની બદલી નહીં થાય ત્યાં સુધી જિલ્લા શિક્ષણ કચેરી પર બેસવાના હોવાની ચીમકી ઉચારી હતી.

બે શિક્ષિકાઓ અનિયમિત હોવાથી શાળાને તાળાબંધી એક અઠવાડિયાથી કરાવી છે પણ જિલ્લા શિક્ષણાધિકારી સામે પણ ખડ ખંભાલીયા ની શાળા બંધ છે છતાં તંત્ર થાબડભાણા કરતી નજરે પડે છે જ્યારે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાત કોઠીવાલે જિલ્લા શિક્ષણાધિકારીને ઉધડા લઈને તાકીદે જિલ્લા શિક્ષણ તંત્રની આબરૂ ને બટ્ટો લગાડતી ઘટનામાં પગલાં લેવાની સૂચના આપતા તાકીદે જિલ્લા શિક્ષણાધિકારીએ બન્ને શિક્ષિકાઓની અમરેલી સી.આર.સી.ભવનમાં બદલી કર્યાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

બાઈટ-1 સત્યજીત (સ્ટુડન્ટ-ખડ ખંભાલીયા)

બાઈટ-2 નઝુભાઈ વાળા (વાલી-ખડ ખંભાલીયા)

બાઈટ-3 ભાભલુભાઈ (સરપંચ-ખડ ખંભાલીયા)

બાઈટ-4 મહેશ પ્રજાપતિ (જિલ્લા શિક્ષણાધિકારી-અમરેલી)

LEAVE A REPLY